તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુવી ચાલતું હોય એ રીતે બાળકોને વાર્તા કહો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ઘણા પેરેન્ટ્સ સ્ટોરી ટેલિંગને એક કામ માને છે. જો કે એ‌વું નથી. સ્ટોરી ટેલિંગ એ આર્ટ છે. વાર્તા કહેવાની કલા જેને આવડી જાય એ સારો વક્તા, સારો કોમ્યુનિકેટર બની શકે છે. જ્યારે પણ બાળકને વાર્તા કહો ત્યારે એ સ્ક્રીન પર કોઇ ફિલ્મ જોતું હોય એવો અનુભવ કરાવો, એટલું ડિટેલીંગ કરો અને એટલા જ એક્સપ્રેશન ઉમેરો.’ શહેરની એક સંસ્થા દ્વારા સ્ટોરી ટેલિંગ પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં આ વાત સીમી દ્વારા જણાવવામાં આવી હતી.

બાળકોની પસંદ પ્રમાણેના પાત્રો ડિઝાઇન કરો અને વાર્તા બનાવો
આ સેમિનારમાં જણાવવામાં આવ્યુ હતું કે ‘વાર્તા કહો ત્યારે વોઇસ મોડ્યુલેશન પર કામ કરો કેરેક્ટર પ્રમાણે પોતાનાં વોઇસની પીચ ચેન્જ કરો. મ્યૂઝિક એડ કરી બાળકોને વાર્તા કહો જેથી એમના માટે વાર્તા ઘણી રસપ્રદ બની રહે. મ્યૂઝિકમાં કેરેક્ટર વોઇસ રાખો જેથી તમારી સ્ટોરી અને મ્યૂઝીક મેચ થાય જેથી બાળકો સ્ટોરીને લાઇવ ફીલ કરી શકે. બાળકો માટે પોતાની સ્ટોરી બનાવો જેમાં એમના પસંદ પ્રમાણેના પાત્રો ડિઝાઇન કરો. જેથી સ્ટોરીની સાથે એમને જે સંદેશો આપવો હોય એ પણ મળી રહે છે. સ્ટોરીને એક જ એંગલથી નહીં પણ એની અંદર મોડિફિકેશન કરી એમનાં એંગલ બદલો જેથી એમનાં માટે એકની એક સ્ટોરી રિપીટ ન થાય અને એમનો રસ પણ જળવાઇ રહે. કાગડા દ્વારા પાણીમાં પથ્થર નાખવા વાળી સ્ટોરીમાં મેસેજની સાથે, તમે બાળકોને કાઉન્ટીંગની રીત પણ શીખવી શકો છો. સ્ટોરી ટેલિંગ ટાઇમ બાળકો અને પેરેન્ટ્સ માટે સારો એવો ક્વોલિટી ટાઇમ છે તો એને પોતાની ક્રિએટિવિટીથી વધારે ક્વોલિટેટીવ બનાવો અને બાળકોમાં સારા સંસ્કાર સાથે સાથે પ્રેક્ટીકલ નોલેજ પણ આપો.

અન્ય સમાચારો પણ છે...