તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘ખરેખર ગુડ પેરેન્ટીંગની જરૂર.! 80 % છોકરાઓ પેરેન્ટ્સથી કંટાળી આત્મહત્યા કરવાનો વિચાર કરે છે’

‘ખરેખર ગુડ પેરેન્ટીંગની જરૂર.! 80 % છોકરાઓ પેરેન્ટ્સથી કંટાળી આત્મહત્યા કરવાનો વિચાર કરે છે’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘મનોજે (નામ બદલ્યુ છે) કોલ સેન્ટરમાં કોલ કર્યો હતો. કોલ સેન્ટરના કાઉન્સેલર કંઇ પણ બોલે એ પહેલા મનોજે કહ્યુ કે ‘મારે આત્મહત્યા કરવી છે’. આ સાંભળીને કાઉન્સેલરે મનોજને બોલવા દીધો અને રડવા લાગ્યો. એનું દુ:ખ થોડું હળવું થવા કાઉન્સેલરે એની સમસ્યા જાણી. મનોજના પિતાને પહેલેથી જ મોબાઇલ યુઝ કરવાની ટેવ હતી, એને કારણે મનોજ પણ મોબાઇલ વાપરતો થયો. શરૂઆતમાં એમના પિતાએ મનોજને રોકવાની જગ્યાએ એને પ્રોત્સાહિત કર્યો. પણ ઉંમર ‌વધતા મોબાઇલને લઇને પિતા એને મારવા લાગ્યા. વાત એ હદ સુધી બગડી ગઇ છે કે મનોજ પિતા સાથે વાત કરવા માટે તૈયાર નથી.

કિસ્સો 2
અંદાજે 11માં ધોરણમાં ભણતી કૃપા (નામ બદલ્યુ છે)એ ફોન કરીને કહ્યુ કે મારા માતાપિતા મને ટોણા બહું મારે છે. સંબંધીઓની વચ્ચે પણ મને અપમાનિત કરે છે એને કારણે મારો આત્મવિશ્વાસ ખુબ જ ઓછો થયો છે. મનમાં એક ડર હંમેશા સતાવે છે. આવી પરિસ્થિતિમાં અભ્યાસ તો શું રમતમાં પણ ધ્યાન અપાતું નથી. બીજા સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને જોઉં તો મને ખુબ જ દુ:ખ થાય છે, હું ખુબ રડું છું. મને હવે મજામાં જ નથી આવતી. તમે મારા પેરેન્ટ્સને ફોન કરીને સમજાઓને, પ્લીઝ.! આ શબ્દો સાંભળીને કાઉન્સેલરે એમના પેરેન્ટ્સનો નંબર લીધો અને પેરેન્ટ્સ સાથે પણ વાત કરી અને પછી પેરેન્ટ્સને પસ્તાવો થયો

સિટી રિપોર્ટર | સુરત : પેરેન્ટ્સની અપેક્ષાઓનો બોજો ઉપાડી શકતા નથી, પરિણામે બાળકો આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. સાંભળવામાં થોડું ચોંકાવનારી લાગતી આ વાત, સત્ય છે. એવું અમે નહીં પણ શહેરના કોલ સેન્ટરનાં આંકડાઓ પરથી કહી શકાય છે અને આ બાબતને રોકવા માટે પેરેન્ટીંગ ફોર પીસ સંસ્થા પણ કાર્યરત છે. આ સંસ્થા દ્વારા જૂન મહિનામાં નેશનલ કોન્ફરન્સનું આયોજન થવા જઇ રહ્યું છે, ત્યારે સિટી ભાસ્કરે શહેરના પાંચ કોલ સેન્ટરમાં ફોન કરી આંકડાઓ મેળવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...