તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અમદાવાદ : બાળક ચોર સમજી ટોળાંએ ફટકારતા 1 મહિલાનું મોત, સુરત: હસી હસીને માર માર્યો

અમદાવાદ : બાળક-ચોર સમજી ટોળાંએ ફટકારતા 1 મહિલાનું મોત, સુરત: હસી હસીને માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | બાળકોને ઉઠાવી જતી મહિલાઓની ચોર ટોળકી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સક્રિય થઇ હોવાના વીડિયો તેમજ મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. તેવામાં જૂના વાડજ સર્કલ પાસે મંગળવારે બપોરે 2.30 વાગ્યે ચારણ જેવી દેખાતી 4 મહિલાઓ રિક્ષામાં આવી હતી. આ ચારેય મહિલાઓ બાળકો ચોરવા આવી હોવાની શંકાના આધારે લોકોએ તેમને ઘેરી લઇ પૂછપરછ કરી હતી. પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં લોકો મારવા લાગ્યા હતા. આ મહિલા રાજસ્થાનના પાલીની છે. ઢોર માર મારવામાં આવતાં પોલીસ આવી પહોંચી હતી અને હોસ્પિટલ ખસેડાઈ હતી ...અનુસંધાન પાના નં. 9

બાળક ચોર ટોળકી ફરી રહી હોવાની અફવાથી સમગ્ર રાજ્યમાં દહેશત
વીડિયો તેમજ સોશિયલ મીડિયામાં મેસેજિંગ વાયરલ થયાં બાદ લોકોમાં ચિંતા અને આક્રોશ
ભરૂચ, સુરત, થરાદ, ગંગાધરામાં લોકોને માર્યા હોવાની અનેક ઘટના
મહિલાને વાળ પકડી ઢોર માર માર્યો

મહિલાઓએ જણાવ્યું કે, અમે ભિક્ષુક છીએ
સરદારનગર ભદ્રેશ્વરનગરમાં રહેતા અનસીબહેન સોમનાથ ગોરખનાથ નાથ (મદારી)(35)એ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ‘હું શાંતિદેવી મંસીનાથ અને લીલાદેવી ભીખ માંગવા રિક્ષામાં વાડજ સર્કલ પહોંચ્યા ત્યારે લોકો એમને ઘેરી લીધા હતા. રિક્ષા ઊભી રાખીને તેમને કહ્યું હતું કે ‘તમે બાળકો ઉઠાવી જવા વાળી ગેંગ છો, તેમ કહી અમને મારવા લાગ્યા હતા.

મહિલાના હાથમાંથી દોઢ વર્ષની બાળકીને છિનવી છેડતી કરતાં રહ્યાં

વરાછામાં ટોળામાંના કેટલાક નરાધમોએ છેડતી કરી
સુરત| વરાછામાં મહિલા બાળકીને ઉપાડીને જતી હોવાના ખોટા મેસેજને પગલે ટોળાએ નિર્દોષ મહિલાને ઘેરી લીધી હતી, આટલેથી ન અટકતાં ટોળાએ તેના હાથમાંથી દોઢ વર્ષની બાળકી અને બેગ પણ છીનવી લઈને તેને માર માર્યો હતો. ટોળામાં રહેલા કેટલાક અસામાજિક તત્વો હસી હસીને બિચારી મહિલાને માર મારવાની સાથે છેડતી પણ કરી હતી. જે વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાતું હતું.

થરાદમાં મૂકબધીરને માર મારી લૂંટ્યો
કાંકરેજ તાલુકાના થેરવાડા ગામનો મૂકબધીર યુવક થરાદના ભુરીયા ગામે તેમના વેવાઇને ઘરે મળવા આવ્યો હતો જેને 4 યુવકોએ બાળકચોર સમજી માર મારી સોનાની ચેન સહિત રોકડ રકમ મળી 25 હજાર લૂંટી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગંગાધરામાં 5 મહિલા પકડી
મંગળવારે બારડોલીના ગંગાધરા ગામે પાંચ અજાણી મહિલાઅો શંકાસ્પદ જણાતાં ગ્રામજનો ભેગા થઈ પકડી હતી અને ત્યારબાદ પોલીસને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...