તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાંડેસરામાં 2.84 કરોડના ખર્ચે પાલિકા સુમન શાળા બનાવશે

પાંડેસરામાં 2.84 કરોડના ખર્ચે પાલિકા સુમન શાળા બનાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત મહાનગર પાલિકા દ્વારા પાંડેસરા વિસ્તારમાં રૂા.2.84 કરોડના ખર્ચે ઉડિયા માધ્યમની નવી સુમન શાળા બનાવવાનું આયોજન કર્યું છે.

રાજ્યમાં એક માત્ર સુરત પાલિકા જ શિક્ષણ સમિતિની પ્રાથમિક સ્કૂલમાંથી અભ્યાસ કરીને જતાં ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે સુમન શાળા શરૂ કરી છે. સુરતમાં 12 સુમન શાળા અલગ અલગ માધ્યમમાં ચાલી રહી છે. જેમાં ધો.9 અને ધો.10ના વર્ગો ચાલે છે. સુમન શાળાનું બોર્ડમાં પરિણામ ખૂબ જ ઉંચું આવે છે. જેથી દર વર્ષે સુમન શાળામાં એડમીશન મેળવવા માટે પડાપડી થાય છે.

શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધો.1થી 8માં ભણી ગયેલા વિદ્યાર્થીઓ માધ્યમિકમાં પ્રવેશ મેળવવા પ્રથમ સુમન શાળા જ પસંદ કરે છે. પાંડેસરા કૃષ્ણનગર વિસ્તારમાં ઉડિયા માધ્યમમાં સુમન શાળા શરૂ કરવા ડિમાન્ડ થઇ હતી. કૃષ્ણનગરમાં શિક્ષણ સમિતિની 221 અને 224 નંબરની ઉડિયા માધ્યમની સ્કૂલ આવેલી છે. જેથી ઉડિયા માધ્યમના વિદ્યાર્થીઓ માટે નવી સુમન શાળા શરૂ કરવા માટે પાલિકાએ ઓફર મંગાવી હતી. રૂા.2.80 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ ફલોર વત્તા 3 માળનું નવું શાળા ભવન બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...