તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વિદેશી સ્ટાઇલના મલ્ટીલેવલ પાર્કિંગ માટે 1 ઓફર જ આવી

વિદેશી સ્ટાઇલના મલ્ટીલેવલ પાર્કિંગ માટે 1 ઓફર જ આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશમાં જે રીતે કાર ચાલક કાર મુકે અને યાંત્રિક પધ્ધતિથી કાર માળ પર જતી રહે તેવા પ્રકારનું મિકેનાઇઝડ મલ્ટીલેવલ પાર્કિંગ ઝાંપાબજાર વિસ્તારમાં બનાવવા માટે ઇજારદારોમાં નિરૂત્સાહ જોવા મળી રહી છે.

કોટ વિસ્તારમાં આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા પાલિકા માટે માથાનો દુખાવો બની ગઇ છે. પાલિકાએ પાર્કિંગની સમસ્યા નિવારવા વિવિધ ઝોનમાં મલ્ટીલેવલ પાર્કિંગ તો સાકાર કર્યા છે. પરંતુ હવે સુરત મહાનગર પાલિકાએ વિદેશી સ્ટાઇલના મિકેનાઇઝડ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા કવાયત હાથ ધરી છે. પાલિકાએ સેન્ટ્રલ ઝોનમાં ઝાંપાબજાર વિસ્તારમાં મિકેનાઇઝડ મલ્ટીલેવલ પાર્કીંગ બનાવવા માટે ઓફર મંગાવી હતી. જેમાં એક માત્ર નટવર કન્સ્ટ્રકશન નામના ઇજારદારે તૈયારી બતાવી છે. રૂા. 2.21 કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા સાથે રૂા.50.42 લાખના ખર્ચે ઓપરેશન અને મેઇન્ટેન્સ કરવા ઇજારદારે તૈયારી દર્શાવી છે. સુરતમાં પાલિકા આ પ્રથમ મિકેનાઇઝડ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા જઇ રહી છે પરંતુ એક જ ઇજાદારે જ તૈયારી બતાવતાં હવે આાવતીકાલે બુધવારે મળનારી ટેન્ડર સ્કુટીની કમિટિમાં તેના પર નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...