તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • GPSથી બસનું લોકેશન જાણી ડ્રાઇવરને સીધંુ અપડેટ અપાશે

GPSથી બસનું લોકેશન જાણી ડ્રાઇવરને સીધંુ અપડેટ અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | સુરત

ચોમાસામાં મુસાફરોને હાલાકી ન પડે તે માટેની તૈયારી એસટી નિગમના સુરત ડિવિઝન દ્વારા કરી દેવાઇ છે.સુરત એસટીના તમામ 6 ડેપો પર કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે .જીપીએસની મદદથી બસોના લોકેશન ટ્રેસ કરી બસ ડ્રાઇવરને રૂટ પર આગળ સર્જાયેલી સમસ્યાની માહિતી અપાશે.જો કોઈ રૂટ પર પાણી ભરાતા બસ આગળ લઈ જવી મુશ્કેલ હશે તો નજીકના ડેપો પર બસ થોભાવી મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરાશે. એસટીના વિભાગીય પરિવહન અધિકારી ડીએન રાંજીયાએ જણાવ્યું હતું કે 500 બસ જીપીએસથી સજ્જ છે એક વર્ષ અગાઉ બસમાં જીપીએસ લગાવી દેવામાં આવ્યા હતા જેનો ચોમાસામાં પહેલીવાર ઉપયોગ કરવામાં આવશે.

સુરતના તમામ 6 ડેપો પર કન્ટ્રોલ રૂમ શરૂ
એસટી દ્વારા 6 ડેપો પર રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે. પ્રથમ વાર કંટ્રોલ રૂમને મળતી માહિતી ઓન રોડ બસોના ડ્રાઇવરો સુધી પહોંચાડાશે. જીપીએસની મદદથી બસોના લોકેશન જાણી બસના રૂટ પર આવનારી સમસ્યા બાબતે કોલ કરી સૂચના અપાશે. રાઉન્ડ ધ કલોક ધ્યાન અપાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...