તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

30 જુન સુધી તરણ સ્પર્ધા માટે ફોર્મ ભરી શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત મહાનગર પાલિકા દ્વારા ચિમનલાલ લાપસીવાલા બાળ તરણ સ્પર્ધા અને દિવ્યાંગ વ્યક્તિઓની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આ‌વ્યું છે. આ સ્પર્ધા 4 જૂલાઈના રોજ સવારે 7.30 વાગ્યે વીર સાવરકર તરણકુંડ, જોગાણી નગર, અડાજણ ખાતે યોજાશે. આ તરણ સ્પર્ધામાં સુરત શહેરની હદ વિસ્તારના 9થી 13 વર્ષની ઉંમરના બાળકો ભાગ લઈ શકશે. તરણ સ્પર્ધામાં શહેરના 13થી 50 વર્ષની વયના દિવ્યાંગો પણ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેના પ્રવેશ ફોર્મ, સુરત મહાનગર પાલિકાની કચેરી, મુગલીસરાઈ, સાંસ્કૃતિક સમિતીની ઓફિસમાં 30મી જૂન સુધી મળશે.

અન્ય સમાચારો પણ છે...