તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • BRTSનું કરોડોનું એલઈડી કૌભાંડ ફક્ત રૂપિયા 30 હજારનું કરી નાખ્યું

BRTSનું કરોડોનું એલઈડી કૌભાંડ ફક્ત રૂપિયા 30 હજારનું કરી નાખ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
DB STAR EXCLUSIVE
ત્રણ કર્મચારીઓ સામે માત્ર 30 હજારના કેબલ નહીં નાખવાની ફરિયાદ : 70 હજારમાં મળતા હતા. જ્યારે એલઇડી મહાનગર પાલિકાએ રૂપિયા 1.48 લાખમાં ખરીદ્યા હતા
ડીબી ટાર | સુરત

બીઆરટીએસ રૂટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી. તેવામાં પાટીદાર આંદોલન દરમિયાન આંદોલનકારીઓએ બીઆરટીએસ બસ શેલ્ટરમાં કરેલી તોડફોડ બાદ આ શેલ્ટરમાં મૂકવામાં આવેલા એલઇડી ટીવી ખરીદીનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું.

આ કૌભાડનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયો હતો. આ અહેવાલ પ્રકાશિત થતા તત્કાલિક ડેપ્યુટી કમિશન નાગરાજને વિજીલન્સ તપાસનો આદેશ આપ્યો હતો.

આ તપાસમાં અધિકારીઓએ પીંડુ વાળી દઇ ત્રણ અધિકારીઓ સામે માત્ર રૂ.30 હજારનો કેબલ નહીં નાખ્યો હોવાનો આરોપ મૂકીને તેમની સામે તપાસનો આદેશ આપ્યો હતો. આ તપાસની કાર્યવાહી છેલ્લા એક વર્ષથી અધિકારીઓ કરી રહ્યા છે. પરંતુ અધિકારીઓએ આગળ કોઈ કાર્યવાહી ચાલી નથી તેમ જણાવ્યું હતું.

પાલિકાએ 1-2 નહીં પરંતુ કુલ 140થી વધુ LED ટીવી ખરીદી હતી
બીઆરટીએસ શેલ્ડરોની લગાવેલી એલઇડી ટીવી.

70 હજારમાં મળતું LED ટીવી પાલિકાએ 1.48 લાખમાં લીધા
બીઆરટીએસ શેલ્ટરમાં લગાવવા માટે સુરત મહાનગર પાલિકાએ ફિલિપ્સ કંપનીની એલઇડી જીએનએફસી કંપનીમાંથી ખરીદી હતી. બજારમાં તપાસ કરતાં આનાથી સારી ક્વોલિટીના એલઈડી ટીવી અંદાજે રૂ.70 હજારમાં મળતા હતા. જ્યારે એલઇડી મહાનગર પાલિકાએ રૂ.1.48 લાખમાં ખરીદ્યા હતા. આટલું ઓછું હોય તેમ ઉપરથી 12.50 ટકા વેટ અને 2.50 ટકા એડિશનલ વેટ પણ ચૂકવ્યો હતો. આટલી ઊંચી કિંમતે પાલિકાએ 1-2 નહીં પરંતુ કુલ 140થી વધુ એલઇડી ટીવી ખરીદી હતી.

વિજીલન્સ તપાસ મૂકવામાં આવી હતી
એક વર્ષથી વધુ સમય થયો હોવા છતાં તપાસ ચાલે છે
બીઆરટીએસમાં મોંધા ભાવે એલઇડી લગાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તત્કાલિન ડેપ્યુટી કમિશનર નાગરાજનને વિજીલન્સને તપાસ સોંપી હતી. જોકે, પાછળથી તપાસને ઢીલી મૂકી દેવામાં આવી હતી.

DB STAR FOLLOWUP
9 માર્ચે છપાયેલો અહેવાલ.

ત્રણ અધિકારી સામે માત્ર 30 હજારના કૌભાંડનો આક્ષેપ મૂક્યો
પાલિકાના વિજીલન્સ વિભાગએ તપાસ કરી હતી. જેમાં અધિકારીઓ ઇન્ચાર્જ ડે.ઇજનેર મનિષ એમ. પટેલ, આસી. ઇજનેર એચ.આર.સુખારામવાળા અને સીટી લીંકના તત્કાલિન મેનેજર રાજેશ પટેલે છ શેલ્ટરમાં ટીવી લેન કેબલ નવો નાખવાનો હતો તે નહીં બદલીને એક શેલ્ટરના રૂ.5000 લેખે રૂ.30,000નું પેમેન્ટ કરી કૌભાંડ આચર્યોના આરોપ મૂકવામાં આવ્યો હતો. અને આ અધિકારીઓને શો-કોઝ નોટીસ આપી હતી. આ તપાસની કાર્યવાહી છેલ્લા એક વર્ષથી અધિકારીઓ કરી રહ્યા છે. પરંતુ અધિકારીઓએ આગળ કોઈ કાર્યવાહી ચાલી નથી તેમ જણાવ્યું હતું.

10 માર્ચે છપાયેલો અહેવાલ.

તપાસનું ગાણું ગાઈ રહ્યા છે
BRTsનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનરની બદલી થઇ ગઇ છે. અને નવા અધિકારીઓ આવી ગયા છે. પરંતુ શાસકપક્ષની મહેરબાની મેળવવા માટે આ અધિકારીઓએ કઇ કાર્યવાહી કરી નથી. આ મોટા કૌભાંડને માત્ર 30 હજારના કેબલ કૌભાંડમાં ફેરવી નાખ્યું છે. અધિકારીને પુછવામાં આવે ત્યારે તે માત્ર તપાસ ચાલુ છે. તેવું ગાણું ગાઇ રહ્યા છે. અસ્લમ સાઈકલવા, કોર્પોરેટર

આ અંગે મને કઇ ખબર નથી
કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું મારા ધ્યાનમાં નથી. આ અંગે કોઇ કાર્યવાહી ચાલી રહી છે કે કેમ તે માટે મારે અન્ય અધિકારીને પુછવું પડશે. ડી. એન. બસાક, એક્ઝી.ઇજનેર બીઆરટીએસ)

અન્ય સમાચારો પણ છે...