તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ખુશ રહો, ફ્રેશ માઇન્ડથી જ સારું પર્ફોમ કરી શકાય

ખુશ રહો, ફ્રેશ માઇન્ડથી જ સારું પર્ફોમ કરી શકાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘સેલ્ફ કોન્ફિડન્સ હશે તો તમે સારો નિર્ણય લઈ શકશો. આત્મ નિર્ભરતા તમને સક્ષમ બનાવે છે.સેલ્ફ નોલેજ પણ હોવું જરૂરી છે. તમારી કામ કરવા સુધીની તમારી કેપેસિટી કેટલી છે તેનું નોલેજ તમને હોવું જરૂરી છે. તમે ક્યાં છો અને તમારે શું કરવું છે.? તેનું પણ તમને નોલેજ હોવું જરૂરી છે.’વન્ડર વેવ્સ વુમન દ્વારા સેલ્ફ એનરિચમેન્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વાત મમતા મહેતાએ કહી હતી. તેમણે વધુમાં કહ્યુ હતું કે, ‘માઈન્ડ કંટ્રોલ હશે તો જ તમે સારું પર્ફોમન્સ આપી શકશો. જ્યારે કામ બગડે ત્યારે ગુસ્સે થવાની જગ્યાએ તેને ટેકલ કરતાં શીખો. ગુસ્સો કરવાથી સોલ્યુશન નહીં મળે. શાંતિથી વિચારવાથી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. માણસ અમુક જગ્યા પર પહોંચી જાય પછી તેને ઈગો આવી જતો હોય છે. ઈકો હશે દરેક લોકને સાથે લઈને કામ નહીં કરી શકાય. દરેક લોકો સાથે હશે તો જ તમે સારી જગ્યા પર પહોંચી શકશો. ઉચ્ચ કક્ષાનું જીવન જીવવા માટે ફિઝીકલ એક્ટિવિટી કરવી ખૂબ જરૂરી છે. સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ માટે સારા પુસ્તકો વાંચો. પ્રાર્થના કરો. મેડિટેશન કરો. આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં તકલીફો ઓછી આવે છે, અથવા તકલીફો આવશે તો તમે સારી રીતે તેને ટેકલ કરી શકશો. જિંદગીમાં એટિટ્યુડ પણ મેટર કરે છે. નજરિયો બદલાઈ જશે તો જિંદગી મસ્ત લાગવા માંડશે અને જીવન પણ મસ્ત લાગશે.’

અન્ય સમાચારો પણ છે...