તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • એક કરોડ જીતશો તો શું કરશો.? બેસ્ટ જવાબ આપનારને 11 હજાર અપાયા

એક કરોડ જીતશો તો શું કરશો.? બેસ્ટ જવાબ આપનારને 11 હજાર અપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે.બી ધારૂકા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની ઉદીશા ક્લબ અંતર્ગત કોલેજની વિદ્યાર્થિનીઓને વરાછા બેન્ક દ્વારા 2 મહિના માટે નોકરી આપવામાં આવી હતી. વરાછા બેન્ક દ્વારા આ વિદ્યાર્થિનીઓ માટે ‘એક કરોડ રૂપિયા તમને મળે તો તમે શું કરો.?’ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આ‌વ્યું હતું. જેમાં બેસ્ટ નિબંધ લખનાર ચાર વિદ્યાર્થિનીઓને વરાછા બેન્ક દ્વારા 11 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.

 જ્યારે લોકો પાસે રૂપિયા આવે એટલે તેમને વિચાર આવે છે કે, રૂપિયા ક્યાં વાપરવા, રૂપિયા ક્યાં રોકવા, ધંધામાં કેવી રીતે રોકાણ કરવું અને આ રૂપિયાના અબજો રૂપિયા કેવી રીતે કરવા. વિદ્યાર્થિનીઓને પણ તેમને રૂપિયા મળે તો યોગ્ય જગ્યાએ રોકાણ કરવાની પ્રેરણા મળે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કાનજી ભાલાળા, વરાછા બેન્ક ચેરમેન

આ સ્ટુડન્ટ્સ સ્પર્ધાના વિજેતા બન્યા
પ્રથમ નંબર | ગોપી સભાડિયા

મુડીને જુદા જુદા ટુકડા કરી અલગ અલગ ક્ષેત્રમાં રોકાણ કરીશ. 1 કરોડ રૂપિયાનું અબજો રૂપિયામાં નવર્સજન કરી શકાય છે. 1 કરોડ રૂપિયામાંથી 25 ટકા રૂપિયા જરૂરિયાતના ખર્ચ માટે અને 75 ટકા રૂપિયા આવકનું પુન:રોકાણ થાય તેવી જગ્યાએ રોકાણ કરીશ. સાથે કામ કરનારા લોકોની કાર્યકુશળતા વધારવા પણ રકમ ખર્ચી શકાય જેનાથી ટીમવર્કમાં ફાયદો થાય. એક કરોડ રૂપિયાનું અબજો રૂપિયામાં નવર્સજન કર્યા પછી. પરિવારની આર્થિક સ્થિતિ સુધારો કરીશ. મહિલા ઉત્કર્ષની પ્રવૃતિમાં ખર્ચ કરીશ. સૈનિક પરિવારના બાળકો માટે ખર્ચ કરીશ. સામાજિક કાર્યો કરીશ. રાષ્ટ્ર વિકાસમાં વાપરીશ. એક સ્કૂલનું નિર્માણ નવા જ અભિગમ સાથેની શાળા બનાવવીશ. વિશ્વભરમાં ફરી નવું નવું જાણીશ. નવું નવું શીખીશ અને મારી આવડતને અમુકક્ષેત્રોમાં વિકસાવીશ. આ પ્રયાસ ઈનામ માટે નથી પરંતુ મારા વિચારો જાણવવા માટે મલેલી તકનો ઉપયોગ કરીશ.

બીજો નંબર | ક્રિષ્ના ખેની

એક કરોડના ત્રણ ભાગ પાડીશ. જેમાં 50 લાખ રૂપિયાનું મિલ્કતમાં રોકાણ કરીને ભાડાની આવક કમાઈશ. 20 લાખ રૂપિયા શેર બોન્ડમાં રોકાણ કરવા અને બાકીના 30 લાખ રૂપિયામાં મોબાઈલ સર્વિસ વર્કશોપ ખોલીશ.

ત્રીજો નંબર | આહિર તરંગ

એક કરોડ રૂપિયામાંથી સોફ્ટવેર કંપની સ્થાપના કરીશ. રમકડાનો બિઝનેશ શરૂ કરીશ.

ચોથો નંબર | ક્રિષ્ના માંગુકિયા

એક કરોડ રૂપિયાના ચાર ભાગ પાડીને પ્લાનિંગ કરીશ. જેમાં 25 લાખ રૂપિયા લાંબા ગાળાની યોજનમાં રોકાણ કરી આવક મેળવીશ. 25 લાક રૂપિયા ટૂંકાગાળાની ભાડાની આવક માટે મિલ્કત ખરીદીને ભાડું મેળવીશ. 25 લાખ રૂપિયા સીએનો અભ્યાસ કરવા અને ઓફિસ બનાવવા માટે. બાકીના 25 લાખ રૂપિયામાંથી પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરવું. પરિવારનો વિમો લેવો.

અન્ય સમાચારો પણ છે...