તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નાણાં લઇને લગ્ન કરાવી આપનાર વચેટિયો વધૂને ભગાવી ગયો

નાણાં લઇને લગ્ન કરાવી આપનાર વચેટિયો વધૂને ભગાવી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્નવાંચ્છુકયુવકો પાસેથી નાણાં ખંખેરી અન્ય જ્ઞાતીની ગરીબ યુવતી સાથે લગ્નની કરાવી બાદમાં ભગાડી જવાની 2 ઘટના પ્રકાશમાં આવી છે. ભોગ બનનારે ભગાડી જનાર મેરેજ બ્યુરો ચલાવનાર વિરુદ્ધ પુણા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પુણા ગામમાં જય ભવાની સોસાયટીમાં રહેતા બાબુ ઠાકરશી ચૌહાણના દિકરા ઉમેશના લગ્ન માટે યુવતી જોવાનું કામ તેઓએ મેરેજ બ્યુરોનું કામ કરતા ભરત છગન વસોયાને સોપ્યું હતું. ભરત વસોયાએ ડિંડોલી વિસ્તારમાં રહેતા રાજુ વેનખેડેની દિકરી સોનુ સાથે ઉમેશના લગ્ન 11 નવેમ્બર 2016ના રોજ કરાવ્યા હતા. તે માટે ભરતે પોતાની ફિ પેટે 22 હજાર રૂપિયા લીધા હતા. લગ્નના બીજા દિવસે રિવાજ મુજબ સોનુ તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. ત્યારે સોનુના પરિવારને રૂપિયા આપવાના છે કહીને ભરતે ઉમેશના પરિવાર પાસેથી 50 હજાર રૂપિયા લઇ લીધા હતા. ત્યાર પછી સોનુ સાસરે આવી નહીં ઉમેશના પરિવારે ભરત વસોયાને બાબતે કહેતા ભરતે તેમને જણાવ્યું કે સોનુ આ‌વે કે આવે તમારે જે કરવું હોય તે કરો. ઉમેશના પરિવારે તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઇ છે અને સોનુને ભરતે ક્યાક ગુમ કરી નાખી છે. બાબતે રવિવારે ભરત વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે.

તેવી રીતે લમ્બે હનુમાન રોડ પર સંતોષનગરમાં રહેતા ધીરુભાઇ લવજીભાઇ પઢિયારના દિકરા યોગેશના લગ્ન ભરત વસોયાના માધ્યમથી પુનમ સંતોષ પાનપાટિલ (રહે.ડિંડોલી) સાથે નક્કી થયા હતા. 22 ઓક્ટોબરે લગ્ન નક્કી થયા અને 4 ડિસેમ્બરના રોજ સમુહલગ્નમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પુનમ સાથે લગ્ન કરાવવાની ફિ પેટે ભરતે ધીરુભાઇ પાસેથી 50 હજાર રૂપિયા લીધા હતા અને પુનમ ગરીબ ઘરની હોવાના કારણે તેમને લગ્નના ખર્ચ પેટે 60 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી. તે 60 હજાર રૂપિયા પણ ધીરુભાઇએ ભરતને આપ્યા હતા. લગ્ન નકી થયા બાદ પુનમનો ફોન સ્વીચ ઓફ બતાવતો હતો. તેના ઘરે જઇને તપાસ કરી તો પુનમનો પરિવાર બીજે રહેવા ગયો હતો. જેથી ધીરુભાઇ દ્વારા વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી.

પોલીસે હાલ અરજદારોની અરજી ધ્યાને લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

ભરત છગન વસોયા

આંતરજ્ઞાતીય લગ્ન કરાવી નાણાં ઉસેટવાનો ખેલ

અન્ય સમાચારો પણ છે...