તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભૂપત કેસના આરોપીઓની જેલ બદલવા ના.અધિક્ષકની અરજી

ભૂપત કેસના આરોપીઓની જેલ બદલવા ના.અધિક્ષકની અરજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂપતઆહિર હત્યા કેસ બાદ ગેંગવોરની શક્યતાઓ અને ખુદ જેલરને અપાયેલી ધમકી બાદ લાજપોર જેલના નાયબ અધિક્ષક દ્વારા કોર્ટમાં અેક અરજી કરી કુલ પાંચ આરોપીને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા માટેની અરજી કરવામાં આવી હતી.

અંગેે જેલના નાયબ અધિક્ષક પટેલ દ્વારા કોર્ટમાં અરજી કરી હતી કે કાચા કામના અારોપી સમીર ઉર્ફે એસ.એસ.ગોહિલ અને ગૌતમ ઉર્ફે ગોલ્ડન વહીવટી શાખામાં આવ્યા હતા અને તમે અમારા બેરેકમાંથી કેમ મોબાઇલ જપ્ત કરો છો અને જે ટીવી લઇ ગયા છો તે પરત કરો એમ જણાવ્યુ હતુ. આરોપીઓએ વધુમાં જણાવ્યુ હતુ કે અમારા ભાઈ ભૂપત આહિરની જે વ્યક્તિઓએ હત્યા કરી છે તેઓ જેલમાં આવે તો અમે અને જેમની ભૂપત આહિરે મદદ કરી છે તેવા અન્ય આરોપીઓ ભૂપત આહિરના હત્યારાઓને જાનતી મારી નાંખીશું. ધમકી બાદ નાયબ અધિક્ષક દ્વારા કોર્ટમાં ભૂપત આહિરની હત્યામાં સંડોવાયેલાં આરોપીઓમાં રાહુલ વર્મા, વિશાલ સોહલા, ક્રિપલ સિંહ, દિપક પાટીલ અને પ્રમોદસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...