તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નોટબંધી બાદ સાદાઇથી લગ્ન કરનાર યુગલનંુ શહેર ભાજપે સન્માન કર્યું

નોટબંધી બાદ સાદાઇથી લગ્ન કરનાર યુગલનંુ શહેર ભાજપે સન્માન કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચલણીનોટ ચલણમાંથી બંધ કરવામાં આવ્યા બાદ લગ્ન કરવામાં સૌથી મોટી સમસ્યા સર્જાવાને કારણે સૌથી મોટો વિવાદ શરૂ થયો હતો. જ્યારે શહેરમાં રહેતા ભરત મારૂ અને દક્ષા પરમારે 17મી નવેમ્બરના રોજ સાદાઇથી લગ્ન કરીને જાનૈયાઓેને ફકત ચા પીવડાવી હતી. તે વાતનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનની વાતમાં કરતા આજે શહેર ભાજપે નવદંપતિના સન્માનનો કાર્યક્રમ ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો.તેમાં ભરતસિંહ પરમારે જણાવ્યુ હતુ કે પ્રમાણે સાદાઇથી લગ્ન કરીને સમગ્ર દેશમાં નવદંપતિએ અનેરૂ ઉદાહરણ પુરૂ પાડયુ છે. તેમજ અન્ય કોઇ પરીવાર પણ આજ રીતે લગ્ન કરે અને મને બોલાવશે તો તે લગ્નમાં હું અચુક હાજરી આપીશ. જ્યારે નિતીન ભજીયાવાલાએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે 500 અને 1000ની નોટ ચલણમાંથી બંધ કરવાની જાહેરાત કર્યા બાદ નાના કુટંબે જે પ્રમાણે સરકારની સાથે રહીને આવનારી નવી પેઢી માટે અલગ ઉદાહરણ આપ્યુ છે.

નવદંપત્તિનું સન્માન કરતાં પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...