તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બાળકીઓને હિંમત આપવાના બદલે દબાવનારી સુપરવાઇઝર પણ સસ્પેન્ડ

બાળકીઓને હિંમત આપવાના બદલે દબાવનારી સુપરવાઇઝર પણ સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કાપોદ્રામાંહીરાબાગ સર્કલ પાસે આવેલી પીપી સવાણી શાળાની ધોરણ 3ની બે વિદ્યાર્થિનીઓની છેડતી કરનારા શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાતાં તેની ધરપકડ કરાયા બાદ સ્કૂલની આધેડ મહિલા સુપરવાઇઝરની પણ ધરપકડ કરવામાં આવી છે. છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓને સુપરવાઇઝરે એવી સલાહ આપી હતી કે આવું નાનું નાનું તો સહન કરવું પડે. ઘરે આવી વાતો કરાય.

પી.પી. સવાણી શાળાની 8 વર્ષીય બે વિદ્યાર્થિઓની શિક્ષક મુકેશ ઉપાધ્યાયે વારંવાર છેડતી કરી હતી. વિદ્યાર્થિનીઓએ સુપરવાઇઝર હિનાબેનના ફરિયાદ કરતા તેઓએ નાની વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું કે આ‌વુ બધુ તો સહન કરવું પડે, ઘરે આ‌વી વાત નહીં કરવાની હોય. ત્યાર બાદ વિદ્યાર્થિનીઓએ પોત-પોતાના ઘરે શિક્ષક મુકેશની હરકતો વિશે કહેતા ઘરવાળા ચોકી ગયા હતા. તેઓએ શનિવારે સ્કૂલ પર વિરોધ કરીને મેનેજમેન્ટને મુકેશ અને સુપરવાઇઝર હિના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે તરત એક વાલીની ફરિયાદ લઇને આરોપી મુકેશની ધરપકડ કરી હતી. વાલીઓમાં સુપરવાઇઝર હિના વિરુદ્ધ પણ ભારે રોષ હતો. હિના મુકેશની આવી હરકતને નજર અંદાજ કરતી હોવાથી મુકેશની હિંમત વધી ગઇ હતી માટે કાપોદ્રા પોલીસે રવિવારે આરોપી હિના શાહ (ઉ.વ. 51, રહે.મેઘનાપાર્ક, સિટીલાઇટ રોડ, પાર્લે પોઇન્ટ, સુરત)ની પણ ધરપકડ કરી હતી. હિના છેલ્લા 20 વર્ષથી પીપી સવાણી સ્કૂલમાં નોકરી કરે છે.

પી. પી. સવાણી શાળામાં અડપલાંનો કેસ

અન્ય સમાચારો પણ છે...