તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હવે એક ક્લિકમાં ITનેે તમારા અકાઉન્ટની માહિતી મળી જશે

હવે એક ક્લિકમાં ITનેે તમારા અકાઉન્ટની માહિતી મળી જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનાનિર્ણયના લીધે હાલ બે જૂથ વહેંચાયેલા છે એક વખાણ કરે છે તો બીજો વિરોધ. પરંતુ જેમ-જેમ રોકડની અછત વર્તાઈ રહી છે અને બેન્કોમાં લાગતી લાઇન એટીએમ તરફ ડાયવર્ટ થઈ રહી છે એની સાથે-સાથે નોટબંધી વિરૂદ્ધ લોકોની અકળામણ વધવા લાગી છે. અસમજંસની સ્થિતિ યથાવત્ રહે એવા સમાચાર આઇટી વિભાગમાંથી મળી રહ્યા છે. અધિકારીઓને બેન્કો સાથે લિંક ધરાવતું એક પોર્ટલ આપવામાં આવ્યું છે. જે અનુસાર કરદાતા જેવા બેન્ક અેકાઉન્ટમાં રૂપિયા જમા કરાવશે કે તરત અધિકારીઓને તેની માહિતી મળી જશે એટલે બની શકે કે તમે રૂપિયા બેન્કમાં જમા કરાવો અને ઘર સુધી પહોંચો અગાઉ આઇટીની નોટિસ તમારા ઘરે આવી ગઈ હોય.

પોર્ટલ ઇન્સ્ટોલ કરાયું, દરેક ટ્રાન્ઝેક્શન પર નજર

દરેકઆઇટી અધિકારીને એક પોર્ટલ આપવામાં આવ્યું છે. પોર્ટલ સીધા દરેક બેન્કના સોફ્ટવેર સાથે લિન્ક-અપ છે. ઇન્ટરનેટ મારફત જોડાયેલી સિસ્ટમથી આઇટી અધિકારીઓ ઓફિસમાં બેઠા-બેઠા દરેક ટ્રાન્ઝેકશન પર નજર રાખી શકશે. અલબત્ત, હાલ સિસ્ટમ દરેકના કોમ્પ્યુટરમાં ગોઠ‌વવામાં આવી છે. જેની શરૂઆત દસ દિવસમાં થાય એવી માહિતી અધિકારી સૂત્રોએ આપી હતી. નોંધનીય છે કે આઇટીની નોટિસ સ્પિડ પોસ્ટથી ઇશ્યુ થાય છે અને વધુ અરજન્ટ હોય તો કર્મચારીને ફટાફટ મોકલી આપવામાં આવે છે.

અગાઉ ત્રણ મહિને માહિતી મળતી હતી

અગાઉબેંકો આઇટીને રૂપિયા 10 લાખથી ઉપરના કેસમાં માહિતી મળતી હતી. એટલે કોઈ કરદાતા વર્ષ દરમિયાન રૂપિયા 10 લાખનું ટ્રાન્ઝેકશન કરે તો આઇટીને માહિતી અપાતી હતી. માહિતી ત્રણ-ત્રણ મહિને આપતી હતી. બેન્કો દ્વારા એન્યુઅલ ઇન્ફર્મેશન રિપોર્ટમાં તમામ વિગતો અપાતી હતી. અધિકારીઓને કોઈ સ્પેશિફિક ઇન્ફર્મેશન જોઇએ તો બેન્કોને પત્ર લખતા હતા. જેથી માહિતી જલદી મળે.

બેન્કો સાથે લિંક થયેલું પોર્ટલ અધિકારીઓને અપાયું : અલબત્ત, સિસ્ટમને શરૂ થતાં હજુ સમય લાગશે

નોટબંધી બાદ કરદાતાઓ માટે વધુ એક લાલ સિગ્નલ

અન્ય સમાચારો પણ છે...