તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 સ્કૂલને ‘ગુજલીશ’માં ભણાવવાની પરમિશન મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ-1 અને ધોરણ-2 માં ગણિત અને પર્યાવરણ ટર્મિનોલોજી, 3 ધોરણમાં ગણિત-અંગ્રેજીમાં અને પર્યાવરણ ટર્મિનોલોજીમાં, ધોરણ-4માં ગણિત અંગ્રેજીમાં અને પર્યાવરણ ટર્મિનોલોજીમાં ભણાવવામાં આવશે અને ધોરણ 5 પછી ગણિત અને પર્યાવરણ અંગ્રેજીમાં ભણવવામાં આવશે.

ભૂલકા વિહાર, ભૂલકા ભવન, સંસ્કાર ભારતી, વનિતા વિશ્રામ, જીવન ભારતી અને શારદાયતન સ્કૂલના વિદ્યાર્થીઓ મળીને કુલ 3500 વિદ્યાર્થીઓ ગ્લોબલ મિડીયમમાં અભ્યાસ કરે છે.

વિદ્યાર્થીઓનું અંગ્રેજી અને ગુજરાતીમાં સંતુલન જળવાય રહે તે માટે ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન વિષય અંગ્રેજી ટર્મિનોલોજી સાથે ભણાવવામાં આવે છે જ્યારે અન્ય વિષયો ગુજરાતીમાં અભ્યાસ કરાવવામાં આવે છે. આને કારણે વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશેે કે એમને એન્ટ્રન્સ આપતી વખતે અંગ્રેજીમાં પેપર લખવું અઘરું નહીં લાગે. વિદ્યાર્થી ધોરણ 10માં આવે ત્યારે પણ તેને બે વિષયની પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં લેવામાં આવશે. જો કે બાકીના વિષયની પરીક્ષા ગુજરાતીમાં લેવામાં આવશે. ગ્લોબલ મિડીયમમાં વર્ગમાં બોલચાલની ભાષા ગુજરાતી હશે. સાથે ગણિત અને વિજ્ઞાનમાં યુઝ થતાં ગુજરાતી શબ્દોને બદલે આંતરરાષ્ટ્રીય સ્તરે વપરાતા ટર્મિનોલોજી શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે. ટુંકમાં વિદ્યાર્થીઓ હવે ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ ગુજલીશ ભાષામાં કરશે.

સિટી રિપોર્ટર @srt_cbમાતૃભાષાગુજરાતીની સાથે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયને અંગ્રજીમાં સરળતાથી સમજી શકાય માટે ગુજરાત સરકાર દ્વારા સુરતની સાત ગુજરાતી માધ્યમ સ્કૂલોને ગ્લોબલ મિડીયમમાં અભ્યાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ગ્લોબલ મિડીયમમાં અભ્યાસ કર્યાં પછી વિદ્યાર્થીઓ ધોરણ 12 પછીની અંગ્રેજીમાં આવતી એન્ટ્રન્સ એક્ઝામ સરળતાથી પાસ કરી શકશે. ભૂલકા વિહાર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે ખાસ પુસ્તકો પણ બનાવવામાં આવ્યા છે, જેમાં ગણિતના પુસ્તકમાં એક પાનું અંગ્રેજીમાં અને બીજુ પાનું ગુજરાતીમાં છે..!

ANCHOR

અન્ય સમાચારો પણ છે...