તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ગીરા ધોધમાં પગ લપસતાં SVNITનો વિદ્યાર્થી ડૂબી ગયો

ગીરા ધોધમાં પગ લપસતાં SVNITનો વિદ્યાર્થી ડૂબી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા ઃ ડાંગ જિલ્લાના વઘઈ નજીક આવેલા ગીરાધોધમાં એવીએનઆઈટી સુરત કોલેજના 5 વિદ્યાર્થીઓ ડાંગની સહેલગાહે આવ્યા બાદ ગીરાધોધમાં નહાવા જતા એક વિદ્યાર્થીનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. શનિવારે સુરતની SVNIT કોલેજના 5 મિત્રો ડાંગના પ્રવાસે આવ્યા હતા. જ્યાં ગરમીથી ત્રસ્ત મિત્રોએ ધોધ નજીક ભયજનક જગ્યાએ જઈ પગ પલાળી રહ્યા હતા ત્યારે એક વિદ્યાર્થી સાંઈ પ્રવિણ કનગરી (ઉ.વ. 20)નું પગ લપસી જઈ ઉંડા પાણીમાં ગરક થઈ ડૂબી જતા મોત નીપજ્યું હતું. મૃતક વિદ્યાર્થી આંધ્રપ્રદેશનો હોય સુરતમાં અભ્યાસ કરી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...