તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સચિન ફ્લાયઓવર 1 વર્ષમાં હચમચી જતાં ટેકા આપવા પડ્યા!

સચિન ફ્લાયઓવર 1 વર્ષમાં હચમચી જતાં ટેકા આપવા પડ્યા!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રીપોર્ટર, સુરત

હજીરાથીપલસાણા તરફ જતા સચિન ફ્લાય ઓવર બ્રિજના એક પિલરની બેરિંગમાં ખરાબી સર્જાતાં તેને છેલ્લા 20 દિવસથી બંધ કરાયો હતો. માંડ એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા નવા બ્રિજના પિલરમાં સમસ્યા શરૂ થતાં તેને રિપેરિંગ માટે બ્રિજ બંધ કરી દેવાયો હતો. નવાઈની વાત છે કે બાબતે સ્તાનિક ઓથોરિટી પણ લગભગ અજાણ છે!

સચિન જીઆઈડીસી પાસે રેલવે લાઈનની ઉપર ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે. બ્રિજ હજીરાથી પલસાણા ચોકડી પાસે નેશનલ હાઈવે 8ને જોડે છે. હજીરાથી પલસાણા સુધીના નેશનલ હાઈવે 6ની દેખરેખ અને મેન્ટેનન્સનું કામ આઈસોલેક્સ કંપની કરે છે. બ્રિજ થોડા મહિના પહેલા હજીરાથી આવતા વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, પરંતુ તેના એક પિલરમાં બેરિંગની ગંભીર સમસ્યા સર્જાતાં તેને તરત બંધ કરી દેવાયો હતો. છેલ્લા 20 દિવસથી તેનું સમારકામ ચાલી રહ્યું હતુંં, જેમાં બ્રિજના પિલર નીચે લોખંડની એંગલનો સપોર્ટ આપી બે દિવસ પહેલા બ્રિજને ફરી કાર્યરત કરાયો છે. પિલરની ગંભીર સમસ્યાને જાણે સરળતાથી લેવાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યુંં છે. તો માંડ એક વર્ષ પહેલા બનાવવામાં આવેલા બ્રિજના પિલરમાં સમસ્યા શરૂ થઈ જતાં બીજીતરફ ભ્રષ્ટાચારની પણ પોલ ખુલી રહી છે. સુરત આમ પણ બ્રિજ દુર્ઘટનાઓ માટે કુખ્યાત છે ત્યારે લોકોમાં હવે મામલે ભય ફેલાઈ ગયો છે.

^ બ્રિજના એક પિલરમાં સમસ્યા સર્જાઈ હતી. ટેક્નિકલ મુદ્દો હોવાથી મને અંગે વધુ કંઈ ખબર નથી. હાલમાં પિલરમાં બોલ બેરિંગ બદલવામાં આવી છે, પરંતુ પિલર સાથે લોખંડના એંગલ શા માટે લગાવવામાં આવ્યા છે તે બાબતે હું ટેકનિકલી કંઈ કહી શકું એમ નથી. બાબતે કોઈ રીપોર્ટ આવે ત્યારે મામલો ખબર ક્લિયર થશે. > સુરજભારદ્વાજ, જીએમ,આઈસોલેક્સ કંપની.

રિપોર્ટ આવે તો ખબર પડે

ચિંતા | કોન્ટ્રાક્ટર કંપનીએ ટેકનિકલ કારણ બતાવી વાત ટલ્લે ચઢાવી

બ્રિજની સમસ્યા અંગે ઓથોરિટી પાસે પણ પૂરી જાણકારી નથી. તેમના મતે પિલરની બેરિંગમાં સમસ્યા હતી. પરંતુ તેની ગંભીરતા ખબર નથી. હાલ બ્રિજના પિલરને માત્ર એંગલનો સપોર્ટ આપ્યો છે, જેના પરથી રોજના હજારો ભારેખમ વાહનો પસાર થઈ રહ્યા છે.

ઓથોરિટી પાસે પણ પૂરી જાણકારી નથી

બેરિંગમાં ખરાબી આવતા 20 દિવસથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો

અન્ય સમાચારો પણ છે...