તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat 101 શાળાની પ્રોવિઝનલ ફી જાહેર, ફીમાં રૂ. 1.23 લાખ સુધીનો ઘટાડો

101 શાળાની પ્રોવિઝનલ ફી જાહેર, ફીમાં રૂ. 1.23 લાખ સુધીનો ઘટાડો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | સુરત ઃ એફઆરસીએ શુક્રવારે સુરતની 101 સ્કૂલોની ફી જાહેર કરી દીધી છે. જેમાં એલ. પી. સવાણી એકેડમી સ્કૂલે રૂપિયા 2,26,900નો વધારો માંગતાં એફઆરસીએ રૂપિયા 1,23,350નો ઘટાડો કરી દઈ રૂપિયા 1,26,250 ફી નક્કી કરી છે. તેની સાથેસાથે શહેરની ત્રણ સ્કૂલોની ફીમાં રૂપિયા 50 હજારનો ઘટાડો કરી દેવાયો છે.

L. P. સવાણીની 2.26 લાખની ફી ઘટાડીને 1.26 લાખ, મિલેનિયમની 1.40 લાખની માંગ સામે 1.03 લાખ કરાઈ
સૌથી ઓછો ઘટાડો શ્રી શારદા વિદ્યામંદિર સ્કૂલમાં કરાયો છે. આ સ્કૂલ દ્વારા ફીમાં રૂપિયા 21,000થી લઈને 57,000 સુધીનો વધારો મંગાયો હતો. જેની સામે એફઆરસીએ ફીમાં રૂપિયા 780થી રૂપિયા 2,800 સુધીનો ઘટાડો કરી દઇને ફી રૂપિયા 20,220થી 25,200 નક્કી કરી છે.

એફઆરસીએ ઉન્નતિ એકેડેમિકની ફી રૂપિયા 12,180થી રૂપિયા 26,430, નાના વરાછાની આશાદીપની ફી રૂપિયા 55,000થી રૂપિયા 59,000, મોટા વરાછા આશાદીપની ફી રૂપિયા 19,000થી રૂપિયા 59,000, વિશ્વભારતી ઇંગ્લિશ ગર્લ્સ ઇન્ટરનેશનલની ફી રૂપિયા 21,000થી રૂપિયા 63,000, એલ. પી. સવાણી પાલનપોરની ફી રૂપિયા 15,430થી રૂપિયા 29,750, સંસ્કાર ભારતીની ફી રૂપિયા 15,000થી રૂપિયા 31,000, રિવડેલ એકેડમીની રૂપિયા 14,780થી રૂપિયા 30,340, ડિવાઇન ઇંગ્લિશ મિડિયમની ફી રૂપિયા 13,000થી રૂપિયા 14,000, મેટ્રિક્સ ગ્લોબલની ફી રૂપિયા 14,000થી રૂપિયા 29,000, મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલની ફી રૂપિયા 16,000થી રૂપિયા 69,000, એલ. પી. સવાણી વેસુની રૂપિયા 43,000થી રૂપિયા 1,26,000, એલ. પી. સવાણી અડાજણ ફી રૂપિયા 16,000થી ફી રૂપિયા 36,000, એલ. પી. સવાણી પાલની ફી રૂપિયા 19,000થી રૂપિયા 56,000, ધી મિલેનિયમ સ્કૂલની ફી રૂપિયા 57,000થી રૂપિયા 1,03,000, એસ. ડી. જૈન મોડર્ન સ્કૂલની 26,000થી રૂપિયા 41,000 અને લાન્સર આર્મી સ્કૂલની ફી રૂપિયા 28,000થી રૂપિયા 52,000 સુધીની નક્કી કરાય છે. આ ફી જુનિયર કેજીથી ધોરણ 12 સુધીની ફી છે.

જિલ્લાની 11 સ્કૂલની ફીમાં 38,120 સુધીનો ઘટાડો
એફઆરસીએ ભરૂચની એક, તાપીની એક, વલસાડ અને નવસારીની અનુક્રમે પાંચ અને ચાર સ્કૂલોની પણ ફી જાહેર કરી છે. જેમાં સૌથી વધુ ફી વલસાડની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલની ઘટી છે. જેણે એફઆરસી પાસે ફીમાં રૂ. 24,840થી રૂ. 82,800નો વધારો માંગ્યો હતો. જેની સામે રૂ. 18,490થી રૂ. 51,360 નક્કી કરાય છે. તે સાથે સૌથી ઓછી ફી ભરૂચની ભારતી પબ્લિક સ્કૂલની ઘટી છે. જેની માત્ર ફી રૂ. 2,300 ઘટી છે.

અન્ય સમાચારો પણ છે...