તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat પુણાના કાપડ દલાલનું ઝાડા ઊલટી બાદ રહસ્યમય મોત

પુણાના કાપડ દલાલનું ઝાડા- ઊલટી બાદ રહસ્યમય મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુણાના કાપડ દલાલનુ ઝાડા ઉલ્ટી બાદ રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. પુણા ગંગા હોટલની સામે પ્રિયંકા ઈન્ટરસિટી ખાતે રહેતા જગદીશભાઈ ભવનલાલ તાપડિયા(35) ટેક્ષટાઈલ માર્કેટમાં કાપડ દલાલી કરતા હતા. ગઈ તા.1 ઓક્ટોબરના રોજ તેઓ માર્કેટમાં ગયા હતા અને ત્યાંથી બપોરે ઘરે પરત ફર્યા બાદ તેમને અચાનક ઝાડા ઊલટી શરૂ થયા હતા. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં જગદીશે ઝેરી દવા પીધી હોવાની તબીબને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પુણા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને પરિવારની પુછપરછ કરી હતી. જેમાં તેમને વેપાર ધંધાનું ટેન્શન રહેતુ હોવાનુ પરિવારે જણાવ્યું હતું. જોકે તેમણે ઝેરી દવા પીધી હોવા બાબતે પરિવાર અજાણ હતુ. બુધવારે બપોરે તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે તેમના મોતનું સાચુ કારણ જાણવા માટે અકસ્માત મોતની નોંધ કરી પીએમની તજવીજ હાથ ધરી હતી. બનાવ સંદર્ભે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...