તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat સિવિલમાં પ્રસૂતાના મોત બાદ પરિવાર NICUમાં દાખલ નવજાતને મૂકીને ફરાર

સિવિલમાં પ્રસૂતાના મોત બાદ પરિવાર NICUમાં દાખલ નવજાતને મૂકીને ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ નવી સિવિલમાં પ્રસુતી માટે દાખલ થયેલી દહાણુની એક મહિલાનું પ્રસુતી બાદ મોત નિપજતા સારવાર માટે NICUમાં દાખલ નવજાત બાળકીને છોડીને જતો રહ્યો હતો. દહાણું ચારી કોટભીમાં રહેતા અને પ્રેમીલાબેન વિજયભાઈ વનગાના નામથી પ્રસુતી માટે એક મહિલા સિવિલમાં દાખલ થઈ હતી. પ્રસુતાએ ગત્ 25મી સપ્ટે.ના રોજ એક બાળકીને જન્મ આપ્યા બાદ પ્રસુતાનું મોત થયું હતું. નવજાત બાળકીની તબિયત નાજુક હોવાથી તેને NICU વોર્ડમાં દાખલ કરાઇ હતી. પ્રસુતાના મોત બાદ તેનો મૃતદેહ લઈ સગાસંબંધી જતા રહ્યા હતા. NICUમાં દાખલ નવજાત બાળકી સાથે કોઈ રોકાયું ન હતું. બુધવારે સાંજે બાળકી સાથે કોઈ સગાસંબંધી ન હોવાની તેમજ બાળકીને મુકીને જતાં રહ્યાની NICU વોર્ડના તબીબે ખટોદરા પોલીસને જાણ કરી હતી. પ્રસુતાના સંબંધીઓએ સિવિલમાં લખાવેલા ફોન નંબર ખોટા હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...