તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે કાપડવેપારી સાથે રૂપિયા 56 લાખની ઠગાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે કાપડવેપારી સાથે રૂપિયા 56 લાખની ઠગાઈ
સુરત | શહેરના ઉમરવાડા બોમ્બે માર્કેટમાં સાડીના વેપારી સાથે 26 લાખની ઠગાઈ કરી છે. જેમાં વેપારી અશોકભાઈ બાગરેચાએ બે વર્ષ પહેલા વેપારી મદન પવાર, મોહમદ ઈસ્માઈલ, મોહમદ સમુધ્ધીન, જમાલહુસેન, રતનકુમાર મલ્હોત્રા અને ભગાબતી ગોપેને 26 લાખની સાડીનો માલ ઉધારમાં આપ્યો હતો. જેના નાણા 6 વેપારીઓએ ન આપતા આખરે વેપારીએ વરાછા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે બંગાળના મોહમદ નૂરૂલ, મદન પવાર, બાગ્લાદેશના મોહમદ સમુધ્ધીન સહિત 6 સામે ગુનો નોંધ્યો છે. ઉપરાંત એકતા માર્કેટના વેપારી જીતુ અંબાલાલ પટેલ અને મુકેશએ દલાલ રાજીવ ગુપ્તા મારફતે 30.26 લાખનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટથી લીધો હતો. જેના નાણાં ન આપતા વેપારી જગદીશભાઈ બચુભાઈ ખાચરીયાએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...