તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચંદ્રશેખરવિજય મહારાજ દીર્ઘદૃષ્ટા હતાઃ મુનિચંદ્રસૂરિ

ચંદ્રશેખરવિજય મહારાજ દીર્ઘદૃષ્ટા હતાઃ મુનિચંદ્રસૂરિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાંતિકારી સંત આચાર્ય ચંદ્રશેખરવિજય મહારાજને જિનશાસન પ્રત્યે અપાર પ્રેમ હતો. તેમની 7મી પુણ્યતિથિએ સુરતના અનેક સંઘોમાં કરાયેલા આયંબિલે તેની પ્રતીતી કરાવી છે. આચાર્ય ચંદ્રશેખરવિજય દીર્ઘદ્રષ્ટા હતા. આચાર્ય મુનિચંદ્રસૂરિએ બાબુનિવાસની ગલીમાં આ. ચંદ્રશેખરવિજય મહારાજની ગુણાનુવાદ સભામાં આ શબ્દો કહ્યાં હતા.

સુરત શહેરના અનેક સંઘોમાં મંગળવારે આચાર્ય ચંદ્રશેખરવિજય મહારાજની પુણ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદ અને આયંબિલના કાર્યક્રમો યોજાયા હતા. બાબુનિવાસની ગલીમાં આચાર્ય મુનિચંદ્રસૂરિ મહારાજની નિશ્રામાં ગુણાનુવાદ સભા યોજાઈ હતી. તેમણે કહ્યું કે આચાર્ય મહારાજે પંડિત પ્રભુદાસ બેચરદાસ પાસેથ વિશિષ્ટ ચિંતન પ્રાપ્ત કર્યું હતું. તપોવન સંસ્કારધામોની સ્થાપના બાળકોના સંસ્કરણની આગવી સૂઝ દર્શાવે છે. અમદાવાદ અને નવસારીના તપોવન તેમના કાર્યને આગળ ધપાવી રહ્યાં છે. પર્યુષણ કરાવવા તેમણે તૈયાર કરેલા યુવકો આજે ખૂબ સરસ કામગીરી કરી રહ્યાં છે. જીવદયાના તેમના સંદેશને અનેક સંસ્થાઓ આગળ ધપાવે છે.

અન્ય સમાચારો પણ છે...