• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શિક્ષણ| ધો. 12માં સંસ્કૃતના પેપરમાં ઉત્તર હવે અંગ્રેજીમાં લખી શકાશે

શિક્ષણ| ધો. 12માં સંસ્કૃતના પેપરમાં ઉત્તર હવે અંગ્રેજીમાં લખી શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સંસ્કૃતના ઉત્તર અંગ્રેજીમાં લખી શકશે. બોર્ડે પરિપત્ર શનિવારે ઉચ્ચત્તર માધ્યમની શાળાઓને કર્યો છે. પરિપત્રમાં લખાયું છે કે, રાજ્ય શિક્ષણ બોર્ડની માન્યતા મેળવવા શાળાઓની દરખાસ્તો મળે છે. ત્યારે શાળાઓ દ્વારા કયા માધ્યમમાં શિક્ષણ અપાશે. બોર્ડ શરતોને આધિન શાળાને મંજૂરી આપે છે. ગુજરાતી માધ્યમની શાળાઓ દ્વિતિય ભાષા સિવાયના તમામ વિષયો ગુજરાતી ભાષામાં ભણાવાના રહેશે. તેવી જ રીતે અંગ્રેજી માધ્યમની શાળાઓએ પણ જે તે વિષયો અંગ્રેજીમાં ભણાવાના રહેશે. ત્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓ કે જે જેવો સંસ્કુત વિષય ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભણાવે છે. તેઓને પણ આ બાબત લાગુ પડાય છે.

અન્ય સમાચારો પણ છે...