19 વર્ષની શ્રેયાને નોકરીની ઓફર, 50 લાખનું પેકેજ રિજેક્ટ કર્યું

Surat - 19 વર્ષની શ્રેયાને નોકરીની ઓફર, 50 લાખનું પેકેજ રિજેક્ટ કર્યું
Surat - 19 વર્ષની શ્રેયાને નોકરીની ઓફર, 50 લાખનું પેકેજ રિજેક્ટ કર્યું

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:56 AM IST
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

સુરતમાંથી ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કરી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટોપ કરનારી શ્રેયા ઠુમ્મરે 19 વર્ષની ઉંમરમાં જ એક અનોખી સિદ્ધી મેળવી છે. મેડિકલ કે એન્જિનિયરિંગની સારી કોલેજમાં એડમિશન મળતું હોવા છતાં એમણે અર્થશાસ્ત્રી બનવાનું વિચારીને સ્કોલરશીપ મેળવી, બ્રિટનની વોરિક યુનિવર્સિટીમાં ભણવાનું શરૂ કર્યું. કોલેજના પ્રથમ વર્ષે જ દુનિયાની સૌથી મોટી બેંકોમાંની એક મોર્ગન સ્ટેન્લી બેંકમાં વાર્ષિક 50 લાખની જોબની ઓફર મળી. જો કે હજી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવાની ઇચ્છા હોવાથી નોકરીને બદલે અભ્યાસને પ્રાથમિકતા આપી.

ચેતન ભગત, જનરલ જી ડી બક્ષીનો ટોક શો યોજ્યો હતો

શ્રેયા સિટી ભાસ્કરને કહે છે કે, ધોરણ 12 સાયન્સ પછી મેં એક વર્ષનો ડ્રોપ લીધો હતો અને એમાં મે સુરત સ્ટુડન્ટ પાર્લિયામેન્ટની પહેલ કરી હતી. ત્યાર બાદ ટેડએક્સ સુરતની સ્થાપના કરી હતી. ભારતની સૌથી નાની વયની સ્પીચ કયુરેટર બની હતી . આ સાથે ટેડએક્સ સુરતનું નેતૃત્વ કર્યું હતું. ઈન્ટરવ્યુમાં તમારે કેટલાં ટકા આ‌વ્યા હતાં જેવા સવાલો પુછવામાં આવ્યા ન હતા. મારા પ્રેક્ટિકલ નોલેજ અને લિડરશિપ, મોટિવેશન, સેલ્ફ કંટ્રોલ, કોમ્યુનિકેશન સ્કિલ, એનાલિટીક સ્કિલને જોઈને મને નોકરી માટે ઓફર કરવામાં આવી હતી.’ શ્રેયાએ ટોક ટીમનું નેતૃત્ત્વ કરીને દેશના નામાંકિત લોકોને બોલાવીને ટોક શો કરાવ્યો હતો, જેમાં ચેતન ભગત, જનરલ જી ડી બક્ષી, પૂર્વ હોકી કેપ્ટનનો સમાવેશ થાય છે. આ સાથે ત્યાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરી રહી છે.

જોબ રિજેક્ટ કરી તો બેંકે કહ્યું ‘દરવાજા ખુલ્લા છે’

શ્રેયા મોર્ગન સ્ટેન્લી બેન્કમાં ઈન્ટર્નશિપ માટે એપ્લિકેશન કરી હતી. ઈન્ટર્નશિપમાં શ્રેયાની કાબેલિયત જોઈને બેંકના અધિકારીઓ દંગ રહી ગયા હતાં અને એને વાર્ષિક 50 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી હતી, પરંતુ શ્રેયાએ નોકરી કરવાની જગ્યાએ અભ્યાસ પૂર્ણ કરવા અને કાબેલિયત વિકસાવાનો નિર્ણય લીધો હતો. જો કે બેન્કે અભ્યાસ પૂર્ણ થાય પછી પણ નોકરી માટેની ઓફર કરી હતી.

મેં ટકા નહીં પણ એમની ક્ષમતા પર ભરોસો મુક્યો

દિનેશ ઠુમ્મર, શ્રેયાના પિતા

ત્રણ ઇન્ટરવ્યૂ ક્રેક કર્યાં પછી જોબ ઓફર થઈ

ઈન્ટર્નશિપ પહેલાં બેન્ક દ્વારા ત્રણ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતાં, એમાં બેન્કમાં નોકરી શા માટે આપવી જોઈએ.ω એના વિશે લેટર મંગાવ્યો હતો. ત્યાર બાદ બેન્કના એચઆર વિભાગ દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો અને છેલ્લે એનાલિટીક ઈન્ટરવ્યુ લેવાયો હતો. ત્રણેય ઇન્ટરવ્યુ ક્રેક કર્યાં બાદ શ્રેયાની પસંદગી ઈન્ટર્નશિપ માટે કરવામાં આવી હતી. બેન્કની ઇન્ટરશિપમાં યુ.કેમાં અભ્યાસ કરતાં 70 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતાં. ઈન્ટર્નશિપમાં વિવિધ ગેમ્સ આપવામાં આવી હતી, જેમાં તેને નકલી રૂપિયા આપવામાં આવ્યા હતાં અને ત્યાર બાદ એને અલગ અલગ જગ્યા પર રોકાણ કરવાનું કહેવામાં આવ્યુ હતું. ક્યાં રોકાણ કરવાથી વધારે વળતર મળે છે એ જાણવા માટે આ ટાસ્ક અપાયો હતો.

 જો બાળકને એની પસંદગીથી રસ રૂચિ પ્રમાણે ભણવા દેવામાં આવે, એની અંદરની શક્તિ જાણી તેને કેળવવામાં આવે, પ્રવૃત્તિ દ્વારા કુનેહપૂર્વક તેને શિક્ષણ, વિચાર વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવે તો બાળક કાબિલ બને છે . ટકાવારી કરતા બાળકની કાબેલિયત વધારે કામ આવતી હોય છે એટલે બાળક કાબિલ બને એ તરફ આપણે આગળ વધવું જોઈએ.

ઇન્ટરશિપ દરમિયાન બેંક શ્રેયાના કામથી પ્રભાવિત થતાં જોબ આપી

X
Surat - 19 વર્ષની શ્રેયાને નોકરીની ઓફર, 50 લાખનું પેકેજ રિજેક્ટ કર્યું
Surat - 19 વર્ષની શ્રેયાને નોકરીની ઓફર, 50 લાખનું પેકેજ રિજેક્ટ કર્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી