19મી સદીની વારલી અને મધુબની કલા સ્ટુડન્ટ્સે ફરી જીવંત કરી

કોટન ફ્રેબ્રિક પર ટુથપીક, આંગળી અને બ્રશ પેઇન્ટિંગ બન્યા સુરત | શહેરની યુઆઇડી ઇન્સ્ટિટ્યુટમાં ફ્રેબ્રિક...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:56 AM
Surat - 19મી સદીની વારલી અને મધુબની કલા સ્ટુડન્ટ્સે ફરી જીવંત કરી
વારલી | વારલી આર્ટ આદિવાસી શ્રેલીનું આર્ટ છે જેમાં આદિવાસીઓનાં ઘર, જાનવરો અને લોકોનાં ચિત્રો બનાવવામાં આવે છે. આ આર્ટ 1970ની આસપાસનું છે. આ આર્ટ ફ્રેબ્રિક પર કરવામાં આવે તો સફેદ અને ઇન્ડિયન રેડ કલરથી કરવામાં આવે છે. આ બે રંગોથી જ ફેબ્રિક પર આ આર્ટ ખીલે છે.

મધુબની આર્ટ | મધુબની આર્ટ બિહારનું આર્ટ છે જેમાં મુર્તી પુજન, રાધા-ક્રુષ્ણ, સુર્યુ અને દેવી-દેવતાઓની કૃતિઓ બનાવવામાં આવતી હતી. આ કળા 2500 વર્ષ જુની છે. આ કળાને બાળકોએ હાથ, ટુથ પીક અને બ્રશથી ફેબ્રિક પર ઉતારી હતી.

આવી રીતે મોર્ડન ફેબ્રિક્સને ટ્રેડિશનલ ટચ આપી શકાશે

Step | 1 પ્લેન કોટનને એમ્બ્રોઇડરી રીંગ પર ટાઇટ કરો.

Step | 2 પ્લેન ફેબ્રિક પર વારલી આર્ટનાં આદિવાસીઓનાં ઘર, જાનવરો, માનસ આકૃતિઓ, તેમજ મધુબની કળાનાં સુર્ય, દેવી-દેવતાઓની કૃતિઓને ટ્રેસ કરી અથવાતો પેન્સિલથી હલ્કે હાથે સ્કેચ કરો.

Step | 3 સ્કેચ કરેલી પેર્ટનને 3D કોર્ન લાઇનરથી એની આઉટ લાઇન બનાવો.

Step | 4 વારલી આર્ટનાં આદિવાસીઓનાં ઘર, જાનવરો, માનસ આકૃતિઓ, તેમજ મધુબની કળાનાં સુર્ય, દેવી-દેવતાઓની કૃતિઓને ફેબ્રિક કલર્સથી આંગળી અને બ્રશ રંગ મેજર ભાગમાં રંગ કરો અને ટુથપીકથી માઇનર ડિટેલિંગ કરો અને ડિઝાઇન પેઇન્ટ કરો.

Surat - 19મી સદીની વારલી અને મધુબની કલા સ્ટુડન્ટ્સે ફરી જીવંત કરી
X
Surat - 19મી સદીની વારલી અને મધુબની કલા સ્ટુડન્ટ્સે ફરી જીવંત કરી
Surat - 19મી સદીની વારલી અને મધુબની કલા સ્ટુડન્ટ્સે ફરી જીવંત કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App