અંજલી-શેનન ભારતીય યુનિ. ટીમમાં પસંદ થઇ

વીર નર્મદ યુનિવર્સિટીની વિદ્યાર્થિની વર્લ્ડ યુનિવર્સિટી બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેશે

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:55 AM
Surat - અંજલી-શેનન ભારતીય યુનિ. ટીમમાં પસંદ થઇ
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા યોજાતી વર્લ્ડ યુનિવર્સિટી બેડમિન્ટન ચેમ્પિયનશિપ માટે ચુંટાયેલી 6 સભ્યોની ભારતીય યુનિવર્સિટીની બહેનોની ટીમમાં અંજલી રાવત અને શેનન ક્રિશ્ચિયનનું સિલેક્શન થયું. આ બંને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી વતી રમી રહી છે. આ સ્પર્ધા 15 થી 21 ઓક્ટોબર દરમિયાન મલેશિયાના કુઆલાલંપુર ખાતે રમાશે. પસંદગી કરાયેલા ખેલાડીઓ માટે 28 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી પંજાબ યુનિવર્સિટી ખાતે એક પ્રેક્ટિસ સેશન યોજાયુ છે.

ઇજાને કારણે અંજલી રાવતને 2 વર્ષ સુધી મેદાનની બહાર રહેવું પડ્યુ હતું

અંજલીએ જણાવ્યું હતું કેહું છેલ્લા 14 વર્ષથી આ ગેમ રમી રહી છું, આ પહેલા પણ હું ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઈ ચુકી છું. વર્ષ 2012માં હું ઇન્ડિયન જૂનિયર ટીમ માટે જર્મની અને હોલેન્ડના પ્રવાસે ગઈ હતી. મારા પપ્પા જ મારા કોચ છે. શરૂઆતમાં હું મોજશોખ માટે આ ગેમ રમતી હતી પણ પપ્પાને મારામાં ટેલેન્ટ દેખાયો અેટલે તેમણે મને પ્રોફેશનલી રમવા માટે પ્રેરિત કરી. વર્ષ 2012માં મને ઇજા થઈ હતી અને તે પછી 2 વર્ષ સુધી હું મેદાનથી દૂર રહી હતી. રિકવરી પછી ફરી એકવાર રમવાનું શરૂ કર્યું. ફિસુમાં મારું સિલેક્શન ડબલ્સ માટે થયું છે અને મારી પાર્ટનર સુરતની શેનન છે.'

ઇન્ટરનલ પોલિટિક્સના લીધે ખૂબ જ સ્ટ્રગલ કર્યું છે, અંતે સફળ થઇ

શેનન જણાવ્યું હતું કે,‘ હું છેલ્લા 10 વર્ષથી આ ગેમ રમી રહી છું. પરિવારમાં હું પહેલી વ્યક્તિ છું જેણે સ્પોર્ટસમાં કારકિર્દી બનાવી છે. ઇન્ટરનલ પોલિટિક્સના લીધે ખૂબ જ સ્ટ્રગલ કર્યું છે. મને જે તક પહેલા મળવી જોઈતી હતી એ ન હતી મળી. છતાંય મેં ક્યારેય હિમ્મત હારી નહીં અને સતત સંઘર્ષ કર્યા પછી આજે અહીં સુધી પહોંચી છું. હું છેલ્લા 5 વર્ષથી સ્ટેટ લેવલ ચેમ્પિયન છું. હું સિંગલ અને ડબલ બન્નેમાં રમું છું. આ પહેલા હું ઇન્ડિયન ઓપન સુપર સીરીઝ અને ઇન્ટરનેશનલ ચેલેન્જ ઇન્ડિયામાં રમી ચુકી છું. આ વખતે જીત મારો પહેલો લક્ષ્ય છે.'

Surat - અંજલી-શેનન ભારતીય યુનિ. ટીમમાં પસંદ થઇ
X
Surat - અંજલી-શેનન ભારતીય યુનિ. ટીમમાં પસંદ થઇ
Surat - અંજલી-શેનન ભારતીય યુનિ. ટીમમાં પસંદ થઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App