તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ITમાં રૂ.800 કરોડની ડિપોઝિટના કેસ ઓપન, હવે પેનલ્ટીની તૈયારી

ITમાં રૂ.800 કરોડની ડિપોઝિટના કેસ ઓપન, હવે પેનલ્ટીની તૈયારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનું ભૂત ફરી ધૂણ્યું છે. આવકવેરા વિભાગે નોટબંધી દરમિયાન એક કરોડથી વધુની રકમ બેન્કમાં ડિપોઝિટ કરનારા કરોડપતિ કરદાતાઓને નોટિસ ફટકારી છે. આઇટી પાસે આવા કરદાતાઓના 800 કરોડથી વધુના ટ્રાન્ઝેકશનના સ્ક્રૂટિની એસેસમેન્ટમાં આવ્યા છે. હાલ, તમામ કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી રહી છે. આ સાથે જ સિસ્ટમમાંથી નોટબંધીના કેસનો સિલસિલો પૂર્ણ થયો છે. હવે અધિકારીઓ કેસનું મેન્યુઅલી સિલેકશન કરશે.

આઠમી નવેમ્બર, 2016ના રોજ સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂપિયા 500 અને 1000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. આથી લોકોએ આ નોટ બેન્કમાં જમા કરાવવાની શરૂઆત કરી હતી. બેન્કની એન્ટ્રીના આધારે તમામ ડેટા આઇટી પાસે પહોંચી ગયા હતા અને આવા કેસ દોઢ વર્ષ બાદ સ્ક્રૂટિનીમાં સિલેક્ટ કરવાની શરૂઆત કરી હતી. જેના અંતિમ તબક્કાના કેસ હાલ સિલેક્ટ થયા છે. અંદાજે 600 જેટલા કેસમાં હાલ ઓનલાઇન નોટિસ ઇશ્યુ કરાઇ છે. જેના એસેસમેન્ટની શરૂઆત 1લી જાન્યુઆરી, 2019થી થશે.

માર્ચમાં કેસનું સિલેક્શન
આઇટી અધિકારીએ કહ્યું કે દિલ્હીથી ઓનલાઇન સ્ક્રૂટિની સિલેકશનમાં હવે નોટબંધીના કેસ સિલેક્ટ નહીં થાય હવે માર્ચ મહિનામાં સુરતમાં જ અધિકારીઓ આવા કેસ મેન્યુઅલી રિ-ઓપન કરી શકે છે.

અપીલમાં સ્ટેન્ડ લઇશું
જો પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજનાનું 75 ટકા ટેકસનું નોટિફિકેશન આવ્યા પહેલાં કોઈએ રૂપિયા જમા કરાવ્યા હશે તો અમે અપીલમાં સ્ટેન્ડ લઇશું કે જે તે કરદાતાએ 30 ટકા જ ટેક્સ ભરવો પડે.’ રશેષ શાહ, સી.એ.

અન્ય સમાચારો પણ છે...