કલાથી માર્ગ દેખાડવા હું અખાડામાં ઉતરી છું

DivyaBhaskar News Network

Oct 11, 2018, 03:55 AM IST
Surat - કલાથી માર્ગ દેખાડવા હું અખાડામાં ઉતરી છું
Surat - કલાથી માર્ગ દેખાડવા હું અખાડામાં ઉતરી છું
Surat - કલાથી માર્ગ દેખાડવા હું અખાડામાં ઉતરી છું
Surat - કલાથી માર્ગ દેખાડવા હું અખાડામાં ઉતરી છું
સુરત | શહેરની ઓરો યુનિવર્સિટીમાં પદ્મવિભુષણ ક્લાસિકલ નૃત્યાંગના ડો.સોનલ માનસિંગ દ્વારા ક્લાસિકલ નૃત્ય પરર્ફોમ કર્યું હતું. આ સાથે એમણે નવ રસ વિશે વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી. એમણે બાલ વિનાયક સર્જનમાં અદભૂત રસ રજૂ કર્યો હતો તેમજ એમના જીવન સંઘર્ષ વિશેની વાતો પણ રજૂ કરી હતી. સિટી ભાસ્કરે શહેરના ડાન્સર શ્રદ્ધા શાહ પાસેથી ડો.સોનલ માનસિંગનો ઇન્ટરવ્યૂ કરાવ્યો હતો. વાંચો, આ વિશેષ અહેવાલ એમના શબ્દોમાં.!

કરોડરજ્જૂ ભાંગી પણ હિંમત નહીં, 11 મહિના પછી નૃત્ય રજૂ કર્યું

1974માં વિદેશમાં મારા મોટા પ્રોગ્રામનું આયોજન થઇ રહ્યું હતું. એ સમયે જર્મનીમાં મારો કાર અકસ્માત થયો. અકસ્માત એટલો ગંભીર હતો કે મારી કરોડરજ્જૂ, પાંસળીઓ, કોલર બોન તુટી ગયા હતાં. ડોક્ટર્સે કહ્યું હતું કે બે વર્ષ પછી કદાચ ચાલી શકશો. મારા હાડકાઓ જરૂર ભાંગ્યા હતાં પણ મારી હિંમત તો એવી ને એવી હતી. એક કેનેડિયન ડોક્ટર મારી પડખે ઉભા રહ્યાં અને મને 11 મહિનામાં જ ચાલતી કરી. ત્યાર પછી મેં ફરી પરર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.

માત્ર બે જ શાસ્ત્રીય કલાકારો રાજ્યસભામાં.!

ક્લાસિકલ અને વેસ્ટર્નમાં ફસાયેલી આજની જનરેશનને તમે શું કહેવા માંગો છોω | જ્યાં સુધી આપણે પોતે આપણી સંસ્કૃતિ અને કલ્ચરને રિસ્પેક્ટ નહીં કરીશુ ત્યાં સુધી ‘મેરા ભારત મહાન’નો મેસેજ લોક સુધી નહીં પહોંચી શકે અને આપણે બીજાનું અનુકરણ કરીએ અને લોકો આપણું અનુકરણ કરતા રહેશે.

આર્ટિસ્ટ તરીકે તમને રાજ્યસભામાં કોઇ તકલીફ નથી પડતીω | ખુબ જ દુખની વાત છે કે શાસ્ત્રીય કલાકાર તરીકે આટલા વર્ષોમાં રવિશંકર મહારાજ અને હું અમે બે જ જણા રાજ્યસભાનાં સભ્ય બની શક્યા છીએ અને પોતાનાં મંતવ્ય રજૂ કરવા માટે માત્ર અને પોલિટીક્સનો ભાગ નથી. પણ કલા દ્વારા સમાજને માર્ગ દેખાડવા માટે અખાડામાં ઉતરી છું.

ઇન્ડિયન ડાન્સનાં પ્રચાર માટે તમે ઇન્ટરનેશનલ એકેડમી કેમ નથી ખોલતાω | ક્લાસિકલ ડાન્સનાં પરફોમન્સ કે વર્કશોપ આપવા હું વર્લ્ડ ટુર કરું છું. પણ એ શિખવા માટે એમણે અહીં જ આવવું પડશે. ભારતમાં કંઇ શિખવા માટે તમારે ગુરૂ પાસે આવવુ પડે. ગુરૂ તમારી કન્વિનિયન્સ પ્રમાણે તમારી પાસે ન આવે.

ડો.માનસિંગે શ્રદ્ધાના પ્રશ્નોના જવાબ આપ્યા

કાર્યક્રમ પછી ખાસ ઇન્ટરવ્યૂનું આયોજન કરાયું, જેમાં શ્રદ્ધા શાહે પ્રશ્નો પુછ્યા હતાં.

X
Surat - કલાથી માર્ગ દેખાડવા હું અખાડામાં ઉતરી છું
Surat - કલાથી માર્ગ દેખાડવા હું અખાડામાં ઉતરી છું
Surat - કલાથી માર્ગ દેખાડવા હું અખાડામાં ઉતરી છું
Surat - કલાથી માર્ગ દેખાડવા હું અખાડામાં ઉતરી છું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી