તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ડોક્ટર, તેની પત્ની વચ્ચે મીડિયેશન સેન્ટરમાં સમાધાન

ડોક્ટર, તેની પત્ની વચ્ચે મીડિયેશન સેન્ટરમાં સમાધાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોક્ટર, તેની પત્ની વચ્ચે મીડિયેશન સેન્ટરમાં સમાધાન
લીગલ રિપોર્ટર|સુરત

ડોકટર પત્નીને હોસ્પિટલમાં પ્રેક્ટિસ નહીં કરવા દેવાની વાત છુટાછેડા સુધી પહોંચી જતા આખરે મામલો મિડિયેશન સેન્ટરમાં પહોંચ્યો હતો જ્યાં વકીલો અને મીડિયેટરના સમાધાનકારી વલણ બાદ ડોકટર દંપતિએ આખરે ભેદભાવ છોડી લગ્નજીવન ફરી પ્રસ્થાપિત કર્યું હતુ.

શહેરની એક નામાંકિત હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે પત્નીએ લગ્ન બાદ પ્રેક્ટિસ ચાલુ રાખવાનું જણાવતા પતિ અને સાસરિયાઓએ પ્રેક્ટિસ કરવા ના પાડી હતી. આથી ડોકટર દંપતિ વચ્ચે મતભેદ વધ્યા હતા અને વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ હતી. જો કે, મીડિયેશન સેન્ટરમાં બંનેને પોતાની ભૂલ સમજાઈ હતી અને મતભેદો દુર કરી ઉદારતાપૂર્વક ભૂતકાળ ભૂલી જીવનની કેડી પર ફરી એક સાથે ચાલવાનું નક્કી કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...