21 વર્ષની પુત્રીના પિતાએ કરી 12 વર્ષની કિશોરીની છેડતી

મોઢું બતાવવા જેવી રહેવા નહીં દઉં તેવી ધમકી આપી કતારગામની છાત્રાએ બાઇકના નંબર નોંધી લેતાં આરોપીનું ઘર...

DivyaBhaskar News Network | Updated - Oct 11, 2018, 03:55 AM
Surat - 21 વર્ષની પુત્રીના પિતાએ કરી 12 વર્ષની કિશોરીની છેડતી
સાતમા ધોરણની એક વિદ્યાર્થિનીનો પીછો કરી તેને જબરજસ્તીથી રોકી તેના ખભા પર હાથ મૂકી તને ક્યાંય મોઢું બતાવવા જેવી રહેવા નહીં દઉં તેવી ધમકી આપી પરેશાન કરનારા રોમિયો સામે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

કતારગામના ગુરુકુળ વિસ્તારમાં રહેતી 12 વર્ષની કિશોરી સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. જેનો છેલ્લા ચારેક દિવસથી પીછો કરી ભરત રાજા બોખા (ઉ.વ.45, રહે: લક્ષ્મીધામ સોસાયટી, કતારગામ) તેને પરેશાન કરતો હતો. સતત આ રીતે હેરાનગતિથી ત્રાસી આ કિશોરીએ તેના માતા-પિતાને વાત કરી. પિતાએ એક દિવસ પીછો પણ કર્યો. તે વખતે બાઇક પર ભાગી છૂટવામાં ભરત સફળ રહ્યો હતો. બીજી બાજુએ કિશોરીએ નંબર નોંધી લીધો હતો.

તપાસનીશ અધિકારી પોસઈ બી.કે. ચાવડાએ કહ્યું કે આ કિશોરીએ ભરતના બાઇકના નંબર ગોખી રાખ્યા હતા. એ નંબરના આધારે પોલીસ ભરતના ઘર સુધી પહોંચી હતી પણ તે ઘરે હાજર હતો નહીં. ભરતને 21 વર્ષની પુત્રી અને 18 વર્ષનો પુત્ર છે. પોતાની પુત્રી કરતા નાની વયની કિશોરીને પરેશાન કરનારાને શોધવા પોલીસ કામે લાગી છે. નવરાત્રિને લઇને પોલીસ મહિલાઓની સુરક્ષા માટે એલર્ટ જાહેર કરી છે ત્યારે શહેરમાં કિશોરીઓને હેરાનગતિ કરવાના કિસ્સાઓ બની રહ્યા છે.

X
Surat - 21 વર્ષની પુત્રીના પિતાએ કરી 12 વર્ષની કિશોરીની છેડતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App