- Gujarati News
- શહીદોના પરિવારને જયજવાન સમિતિનું 12 લાખ, હીરાઅગ્રણીઓનું 18 લાખ દાન
શહીદોના પરિવારને જયજવાન સમિતિનું 12 લાખ, હીરાઅગ્રણીઓનું 18 લાખ દાન
કારગીલપર લડાયેલા યુદ્ધમાં દેશની રક્ષા કરતાં મોતને ભેટનારા સૈનિકોની યાદમાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા રવિવારે રાત્રે નવ વાગ્યાના સુમારે વરાછા રોડ સરદાર સ્મૃતિ ભવન ખાતે પ્રત્યેક શહીદના પરિવારજનોનું સન્માન કરીને રૂપિયા બે-બે લાખ પ્રમાણે કુલ રૂ.12 લાખની સહાય આપવામાં આવી તેની સાથે શહેરના ડાયમંડના વેપારીઓ દ્વારા વધુ 18 લાખનું દાન શહીદ પરિવારોને આપવામાં આવ્યું હતું.
જય જવાન નાગરિક સમિતિ દ્વારા છેલ્લા પંદર વર્ષમાં કુલ 164 શહીદોના પરિવારને કુલ રૂ.2 કરોડ 46 લાખ 70 હજાર 700 જેટલી રકમ આર્થિક સહાય પેટે અપાઇ છે. વર્ષે ગુજરાતના વતની 6 શહીદોના પરિવારજનોને આર્થિક સહાય કરવામાં આવી ઉપરાંત ડાયમંડના વેપારીઓ દ્વારા પણ શહીદ પરિવારજનોને મદદ કરવા માટે દાનનો ધોધ વહેડાવ્યો હતો.લવજી બાદશાહએ 12 લાખનું દાન તેમજ અન્ય વેપારીઓ દ્વારા 6 લાખ મળી કુલ 18 લાખનું દાન આપ્યું હતું.તેમજ હરેકૃષ્ણ ડાયમંડના હિમ્મતભાઇ ધોળકિયાએ પણ આગામી વર્ષ દરમિયાન જેટલા પણ શહીદો માટેના કાર્યક્રમો થશે તેમાં દરેક શહીદ પરિવારને એક-એક લાખની દાન કરવાની જાહેરાત કરી છે.
રવિવારે વરાછા રોડ સરદાર સ્મૃતિ ભવન ખાતે જય જવાન નાગરિક સમિતિ દ્વારા શહીદોના પરિવારજનોનું સન્માન કરીને 12 લાખ અને ડાયમંડ અગ્રણીઓએ 18 લાખ દાન કર્યું હતું.
શહીદોના પરિવારજનોનું સન્માન-સહાય કાર્યક્રમ