સિટીમાં 439 કન્ટેનર હટ્યાં કતારગામ ઝોન કન્ટેનર ફ્રી

DivyaBhaskar News Network

Oct 11, 2018, 03:55 AM IST
Surat - સિટીમાં 439 કન્ટેનર હટ્યાં 
 કતારગામ ઝોન કન્ટેનર ફ્રી
બુધવારે પાલિકામાં મળેલી હેલ્થ એન્ડ એન્જિનિયરીંગની બેઠકમાં શહેરને ઝડપથી કન્ટેનર ફ્રી સિટી તરફ લઇ જવા કમિશનરે કડક આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં શહેરમાંથી 430 કન્ટેનર હટાવી લેવાયા છે. જેમાં કતારગામ ઝોન તો કન્ટેનર ફ્રી થઇ ગયું હોવાની માહિતી સામે આવી છે.

મનપા કમિશનર એમ.થેન્નારસને અગાઉની મિટિંગમાં જ કન્ટેનરનો ઉપયોગ ઓછો કરવા સૂચન કર્યું હતું. જેથી કન્ટેનરો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. શહેરના સાતેય ઝોનમાં કુલ 942 કન્ટેનરો હતા. જેમાંથી આજદિન સુધીમાં 439 કન્ટેનર તો હટાવી લેવાયા છે. હવે 512 જ કન્ટેનર શહેરમાં છે. જેથી બાકીના કન્ટેનરો પણ ઝડપથી દૂર કરવા કમિશનરે ફરી સૂચના આપી છે. કતારગામ ઝોન કન્ટેનર ફ્રી થઇ ગયું છે. હેલ્થ એન્ડ એન્જિનિયરીંગની મીટીંગમાં કમિશનરે ગાર્ડન વિભાગના સુપ્રિટેન્ડન્ટ ગૌતમને ખખડાવ્યા હોવાની માહિતી સામે આવી છે. કમિશનરે ગાર્ડનમાં ઓનસાઇટ જ કચરો કમ્પોઝીંગ કરવા કડક આદેશ આપ્યા હતા.

X
Surat - સિટીમાં 439 કન્ટેનર હટ્યાં 
 કતારગામ ઝોન કન્ટેનર ફ્રી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી