તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ઉદ્યોગ કમિશનર નવી ટેક્સટાઇલ પોલિસી પર રજૂઆત સ્વીકારશે

ઉદ્યોગ કમિશનર નવી ટેક્સટાઇલ પોલિસી પર રજૂઆત સ્વીકારશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસેમ્બરમાં થનારા વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટની તૈયારીમાં વ્યસ્ત ઉદ્યોગ કમિશ્નર મમતા વર્માને ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલીસી પર વિચારણા કરવાનો સમય મળી ગયો છે. આવતાં અઠવાડિયાથી નવી પોલીસી પર કામ કરવા મમતા વર્માએ ચેમ્બર ઓફ કોમર્સને આશ્વાસન આપ્યું છે. જોકે ચેમ્બર અને વીવર્સ દ્વારા મહારાષ્ટ્રની સરખામણીએ વીજદરમાં માંગવામાં આવેલી સબસીડીની માંગણી સંપૂર્ણ રીતે સ્વીકારાશેે કે કેમ તે અંગે ઇન્ડસ્ટ્રીમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે.

વાઇબ્રન્ટ ગુજરાતની ઇવેન્ટની કામગીરીમાં વ્યસ્ત ઉદ્યોગ કમિશ્નર મમતા વર્માએ ચેમ્બર ઓફ કોમર્સને ખાતરી આપતાં આવનારા અઠવાડિયાથી નવી ટેક્સટાઇલ પોલિસી પર કામ કરવાની ખાતરી આપી છે. ચેમ્બર ઓફ કોમર્સ અને વીવીંગ સંગઠનો દ્વારા ઉદ્યોગ કમિશ્નરની સુરત મુલાકાત દરમ્યાન તેમને મહારાષ્ટ્રની સરખામણીએ 3.50 રૂ. યુનિટ દીઠ વીજળી આપવાની માંગ કરી હતી. આ અંગે ઉર્જા મંત્રાલય અને ઉદ્યોગ કમિશ્નર દ્વારા મહારાષ્ટ્રના ઉદ્યોગ યુનિટના વીજ બિલની કોપીની માંગ પણ કરવામાં આવી હતી. જોકે છેલ્લાં દોઢ માસમાં વારંવાર ટેક્સટાઇલ પોલીસી માટે રજુઆતો છતાં વીજદરને લઇને કોઇ ખાતરી આપવામાં આવી નથી. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા શરૂ થઇ છે કે ચેમ્બરની વીજ સબસીડીની માંગ સંપૂર્ણ રીતે સ્વીકારાશે નહી.હાલમાં 7.50 થી 8 રૂ. યુનિટ વીજ દર વસુલાય છે જેમાં 1 થી 2 રૂ. સુધીની રાહત આપવામાં આવે તેવી ચર્ચા ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...