વારાણસી -ઉધના સહિત સુરતથી પસાર થનારી અનેક ટ્રેનોની ઝડપ વધશે

15મી ઓગસ્ટથી નવું શેડ્યુલ

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:55 AM
વારાણસી -ઉધના સહિત સુરતથી પસાર થનારી અનેક ટ્રેનોની ઝડપ વધશે
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

વારાણસી -ઉધના એક્સપ્રેસ ટ્રેન સહીત અનેક ટ્રેનોનો રનિંગ ટાઈમ ઘટાડવા માટે ઝડપ વધારવામાં આવી છે.રેલવે બોર્ડના આદેશ અનુસાર આગામી 15મી ઓગસ્ટથી નવા શિડ્યુઅલ મુજબ ટ્રેનોને દોડાવવામાં આવશે જેમાં સુરતથી બાયપાસ થનારી ટ્રેનો પણ શામેલ છે અને સુરતની 3 ટ્રેનો પણ શામેલ છે.નવા શિડ્યુઅલ મુજબ ટ્રેનોનો રનિંગ ટાઈમ ઘટાડવા ટ્રેનોની ઝડપ વધારવામાં આવશે ગત 1 નવેમ્બરે પણ ટ્રેનોને રિશિડ્યુઅલ કરવામાં આવી હતી અને ઘણી ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી હતી.સયાજી એક્સપ્રેસને દાદર સુધી લંબાવવામાં આવી હતી આ વખતે વારાણસી-ઉધના એક્સપ્રેસને નવા શિડ્યુઅલનો લાભ મળ્યો છે.15મી ઓગસ્ટથી બદલવામાં આવનાર શિડ્યુઅલમાં વારાણસી -ઉધના એક્સપ્રેસની ઝડપ 1 કલાક વધારવામાં આવી છે.જબલપુરથી ઇટારસી વચ્ચે આ ઝડપ વધારી રનિંગ ટાઈમ ઘટાડવામાં આવશે.

X
વારાણસી -ઉધના સહિત સુરતથી પસાર થનારી અનેક ટ્રેનોની ઝડપ વધશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App