• Gujarati News
  • આજે દેવશયની એકાદશી સાથે હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ

આજે દેવશયની એકાદશી સાથે હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેદેવશયની એકાદશીની સાથે હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ થશે. પર્વ,વ્રત અને ઇત્યાદિનો અનોખો સંગમ આગામી 31 જુલાઇ સુધી સર્જાઇ રહ્યો છે. જેમાં 29મીથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થશે. જ્યારે 30 જુલાઇએ જૈન ચાતુર્માસ અને 31 જુલાઇએ ગુરુપૂર્ણિમા નિમિત્તે હિન્દુ સંતો આરાધના અને ઉપાસના તથા કથા સત્સંગ વગેરે શરૂ કરશે.

વિશેષ માહિતી આપતા જ્યોતિષ વિષારદ પંડિત દેવવ્રત કશ્યપે કહ્યું હતું કે, સોમવારથી અનેક પર્વનો પ્રારંભ થશે. જેમાં સૌપ્રથમ હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. જોકે, હિન્દુ સંતોના ચાતુર્માસનો પ્રારંભ અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે, ગુરૂપૂર્ણિમાના દિવસથી એટલે કે, 31 જુલાઇથી થશે. જ્યારે દેવશયની એકાદશી સોમવારથી હોય તેની સાથે પાંચ દિવસ માટે ગૌરીવ્રતનો પણ પ્રારંભ થશે. જેમ પાંચ દિવસ બાલિકાઓ ઇચ્છિત પતિ માટે ઉપવાસ, પૂજા વગેરે કરશે.

રીતે કન્યાઓ સતત પાંચ દિવસ સુધી વ્રત કરતી હોય છે. જેમાં રોજેરોજ પૂજા અર્ચન કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે શ્રીવિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનું પઠન કરવું તથા પુરૂષ સૂક્તનું પણ પઠન કરી શકાય છે. શક્ય ના હોય તો 108 વાર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જપ પણ કરી શકાય છે. શ્રીમદ્ ભાગવતનું પણ પઠન લાભદાયી છે.

હિન્દુ ચાતુર્માસ દરમ્યાન સંતો નદીને કિનારે રહીને ચાતુર્માસ અનુષ્ઠાન કરતા હોય છે. 31 જુલાઇએ ગુરૂપૂર્ણિમાની ઉજવણી થશે. જેમાં ભક્તો પોતાના ગુરૂની પૂજા અર્ચના વગેરે કરશે. 30 જુલાઇએ જૈન ચાતુર્માસનો પણ પ્રારંભ થશે. હાલ શહેરના મોટા ભાગનાં સંઘો ખાતે જૈનાચાર્યો, સાધુ-સાધ્વીજીઓના ચાતુર્માસ પ્રવેશ થઇ ગયા છે.

બાલિકાઓ ઇચ્છિત પતિ માટે ગૌરીવ્રત કરશે