સિટી રિપોર્ટર. સુરત | લાઇનદોરી મૂકાતાં દિલ્હીગેટ જંક્શનના વળાંક પર આવેલ મ્યુનિસિપલ શોપિંગ કોમ્પ્લેક્સ, હોટલ અને ગેસ્ટહાઉસ સહિત 15થી વધુ મિલકતોને અસર થશે. પાલિકાએ જાહેર નોટિસ આપી લાઇનદોરીથી અસર પામતાં મિલકતધારકોને વાંધા સૂચનો આપી જવા સૂચના આપી છે.
મ્યુનિસિપલ શોપિંગ કોમ્પ્લેક્સ, હોટલ અને ગેસ્ટ હાઉસ સહિત 15થી વધારે મિલકતો એકસાથે કપાતમાં આવશે
શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ વિકરાળ સમસ્યા બની ગઇ છે. જેથી પાલિકા તબક્કાવાર લાઇનદોરીનો અમલ કરી રસ્તા પહોળા કરવાની કામગીરી કરી રહી છે. હવે પાલિકાએ દિલ્હીગેટ જંક્શનથી લંબે હનુમાન તરફ જતાં રસ્તા પર લાઇનદોરીનો અમલ કરવા હિલચાલ શરૂ કરી છે. દિલ્હીગેટ જંક્શન નજીક સુરત સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન છે. જેથી આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ સૌથી વધુ રહે છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સિટી સર્વે વોર્ડ નં 7 (ધાસ્તીપુરા-રામપુરા)માં સ્થિત દિલ્હીગેટ જંક્શનથી લંબેહનુમાન જતાં રસ્તા પર 30 મીટર લાઇનદોરીનો અમલ કરાશે. દિલ્હીગેટ જંક્શનના વળાંકમાં પણ ફેરફાર કરાશે. લાઇનદોરીના કારણે દિલ્હીગેટ જંક્શનના વળાંક પર આવેલ મ્યુનિસિપલ શોપિંગ કોમ્પ્લેક્સ, હોટલ અને ગેસ્ટહાઉસ સહિત 15થી વધુ મિલકતોને અસર થાય છે. જેથી પાલિકાએ જાહેર નોટિસ આપી અસરગ્રસ્ત મિલ્કતધારકોને એક માસની અંદર પાલિકામાં વાંધાસૂચનો રજૂ કરવા જણાવ્યું છે.
તાજેતરમાં સ્થાયી સમિતિમાં રૂંધનાથપુરા તથા વાડીફળિયામાં જૂની લાઇનદોરીના અમલનું કામ રહસ્યમય સંજોગોમાં મુલતવી રાખવામાં આવ્યું હતું. ત્યારે ટ્રાફિકની સમસ્યા જટીલ બની છે ત્યારે પાલિકા શહેરહીતમાં જૂની તથા નવી લાઇનદોરીનું અમલીકરણ કરે તે જરૂરી છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો