સુરતમાં વધુ 29 બોગસ ડોમિસાઇલ સર્ટિ. મળ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં બીજા તબક્કાની બોગસ ડોમિસાઇલ સર્ટિની ચકાસણી શનિવારે પુર્ણ થઇ હતી. ત્રણ દિવસ સુધી ચાલેલી તપાસ દરમિયાન 643 સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 29 બોગસ સર્ટિ પકડાયા હતા. તબીબી શાખામાં પ્રવેશ મેળવવા માટે ડોમિસાઇલ સર્ટિ આવશ્યક હોવાથી વિદ્યાર્થીની ગરજનો ગેરલાભ ઉઠાવીને બોગસ ડોમિસાઇલ સર્ટિ બનાવવાનો વેપાર શરૂ થઇ ગયા હતા. આ ભાંડો ફુટતા હરકતમાં આવેલા જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. સિટી પ્રાંત અધિકારી બી.એસ પટેલની ટીમે પ્રથમ તબક્કામાં 541 સર્ટિ.ની ચકાસણી કરી હતી. જેમાંથી 78 સર્ટિ. શંકાસ્પદ મળી આવ્યા હતા. ત્યાર બાદ બીજા તબક્કામાં તમામ મામલતદાર વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. શનિવારે ઉધના મામલતદાર વિસ્તારમાં ડોમિસાઇલ સર્ટિ. મેળવનારાઓની તપાસ કરવામાં આવી હતી. 63 સર્ટિને ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી એક સર્ટિ. શંકાસ્પદ મળ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલી તપાસમાં અડાજણ, પુણા, કતારગામ, ઉધના, મજુરા મામલતદાર કચેરીમાં કુલ 643 સર્ટિ.ની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 29 સર્ટિ. બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે ડોમિસાઇલ સર્ટિ. મેળવનારા વિદ્યાર્થીઓને ચકાસણી માટે બોલાવવામાં આવ્યા હતા જેમાંથી 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

બીજા તબક્કો
ચકાસવામાં આવેલા સર્ટિ
મામલતદાર માન્ય રદ

કતારગામ 129 3

અડાજણ 179 2

પુણા 186 21

ઉધના 64 1

મજુરા 85 2

કુલ 643 29

અન્ય સમાચારો પણ છે...