ગરબો મૂકવાની પતિએ ના પાડતાં પત્નીએ ફાંસો ખાધો

DivyaBhaskar News Network

Oct 11, 2018, 03:55 AM IST
Surat - ગરબો મૂકવાની પતિએ ના પાડતાં પત્નીએ ફાંસો ખાધો
લિંબાયત નવાનગર રતનચોક ખાતે રહેતા ચંદ્રકાંતભાઈ નાગપુરકર લુમ્સનું કારખાનું ચલાવે છે. તેમની પત્ની દુર્ગાબેન(30)એ નવરાત્રીમાં ઘટ સ્થાપના કરવાની અને બાળાઓને જમાડવાની વાત કરી હતી. જોકે મોટો પરિવાર હોવાથી પતિ ચંદ્રકાંતભાઈએ ના પાડી હતી. જોકે ચંદ્રકાંતભાઈએ ના પાડવા છતા દુર્ગાબેને શનિવારે ઘટના સ્થાપનાની તૈયારીઓ શરૂ કરી હતી અને કળશ સહિતની સામગ્રી ખરીદી કરવા જવા માટે રૂપિયાની માંગણી કરી હતી. જેથી ચંદ્રકાંતભાઈએ ફરીથી ના પાડતા તકરાર થઈ હતી. તકરાર બાદ ચંદ્રકાંતભાઈ કારખાને જતા રહ્યા હતા. દરમિયાન પતિના ઠપકાથી માઠુ લાગી આવતા દુર્ગાબેને પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા ચંદ્રકાંતભાઈ ઘરે દોડી ગયા હતા અને દુર્ગાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. લિંબાયત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે લિંબાયત પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

X
Surat - ગરબો મૂકવાની પતિએ ના પાડતાં પત્નીએ ફાંસો ખાધો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી