બાયર્સની શોપિંગ જરૂરિયાત માટે ઓનલાઇન સરવે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયર્સની શોપિંગ જરૂરિયાત માટે ઓનલાઇન સરવે

વેબસાઇટદ્વારા એક ઓનલાઇન સરવે કરવામાં આવ્યો હતો. જેમાં ઓનલાઇન શોપિંગમાં શું વધારે ખરીદાય છે તે વિશેનો સવાલ કરવામાં આવ્યો હતો. સરવેમાં લોકોઅે ઓનલાઇન શોપિંગ દ્વારા ક્લોથિંગ વધુ થાય છે તેવો ટ્રેન્ડ જાણવા મળ્યો હતો.

િસટી રીપોર્ટર }કોઈ પણ બિઝનેસ કરવા માટે જરુરી છે એક ઈનોવેટિવ આઈડિયા. આવો યુનિક આઇડિયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટસ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી ટ્વિંકલ પંચાલ અને ભુતપૂર્વ સ્ટુડન્ટ હાર્દિક ચાંચડેને આવતા સુરતીઓ માટે આઠ કલાકમાં પ્રોડક્ટની ડિલીવરી આપતી ઇ-કોમર્સ વેબ સાઇટ બનાવી. યંગસ્ટર્સના ઇનિશિયેટિવને કારણે સુરતીઓ લોકલ સેલર પાસેથી પોતાની પ્રોડકટસ ખરીદી કરી શકશે. ટ્વિંકલ પંચાલ કહે છે કે ‘આ પ્રકારની વેબસાઇટ સમગ્ર ગુજરાતમાં પહેલી છે. મોટા ભાગની કોમર્સ વેબસાઇ બેંગ્લોરથી ઓપરેટ થાય છે જ્યારે શહેર પુરતી અને શહેરના લોકો માટે છે. પ્રકારનું લોકલ વેન્ડર્સનું સપોર્ટ કરવાનું ઇનિશિયેટિવ ગુજરાતમાં પહેલીવાર કરવામાં આવ્યું છે. વેબસાઇટ પર હાલમાં મેન અને વિમેન ક્લોથિંગ અવેલેબલ હશે. ઈન્ટનેશનલ લેવલની વેબસાઈટ્સ પર ઓર્ડર કરેલી વસ્તુઓ એક વીકમાં મળતી હોય છે. જ્યારે વસ્તુઓ લોકલી એવેલેબલ હોવાથી સેમ ડેએ મળી જશે. મોટા ભાગે બહારની કંપનીઓ સિટીમાં આવી મોટો બિઝનેસ લઇ જતી હોય છે.જેના કારણે લોકલ વેન્ડરોનો ફાયદો થતો નથી. સિટીના વેન્ડરને મદદરૂપ કરવા માટે અમે વેબસાઇટ ડિઝાઇન કરી છે.’

ફાઇન આર્ટના ફેકલ્ટીએ બનાવી ઇ-કોમર્સ સાઇટ

ટ્વિંકલ પંચાલ અને હાર્દિક ચાંચડની શોપીંગ સાઇટમાં 4 થી 8 કલાકમાં ડિલીવરી મેળવી શકાશે

અન્ય સમાચારો પણ છે...