• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આજે અગ્રવાલ વૈવાહિક પરિચય માટે મિટિંગ અને સ્વાસ્થ્ય તપાસ કાર્યક્રમ

આજે અગ્રવાલ વૈવાહિક પરિચય માટે મિટિંગ અને સ્વાસ્થ્ય તપાસ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અગ્રવાલ વૈવાહિક પરિચય માટે સાપ્તાહિક 15મી મિટિંગ 5 ઓગસ્ટ રવિવારે સવારે 7થી 9 કલાક સુધી રત્નજયોતિ એપાર્ટમેન્ટ, સિદ્વિ વિનાયક મંદિરની પાસે, વેસુ ચાર રસ્તા પાસે રાખવામાં આવી છે. સુરત અગ્રવાલ વૈવાહિક પરિચય માટે મિટિંગ પ્રત્યેક સપ્તાહ સુરત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જુદા-જુદા પરિવારમાં વૈવાહિક, સ્વાસ્થ્ય, શિક્ષા, એક્તા અને સહયોગ વધારવા માટે કરવામાં આવે છે. સંસ્થાના સંસ્થાપક પુર્ણામલ અગ્રવાલે જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય તપાસ પણ કરવામાં આવશે. જેમાં બ્લડ પ્રેશર તપાસ, સુગર તપાસ, નેત્ર તપાસ, દાંતની તપાસ, એક્યુપ્રેશર દ્વારા ઉપચાર અને બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે, જે સોસાયટીમાં કાર્યક્રમ કરાશે તે સોસાયટીમાં વૃક્ષારોપણનું કાર્ય નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન સાથે મળીને કરાશે.

અન્ય સમાચારો પણ છે...