હવે ભારત ડાયમંડનો વેપાર ચાઇના સાથે મળીને કરશે

GJEPCએ સેન્ઝે રફ ડાયમંડ એક્સચેન્જ સાથે MOU કર્યા

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 03:55 AM
હવે ભારત ડાયમંડનો વેપાર ચાઇના સાથે મળીને કરશે
હીરા વેપારમાં હરિફ ગણાતા ચાઇના હવે ભારતની સાથે મળીને ડાયમંડનો વેપાર કરશે.

મુંબઇમાં ચાલી રહેલી જીજેઇપીસીના જેમ એન્ડ જ્વેલરી શોમાં જીજેઇપીસીએ સેન્ઝે રફ ડાયમંડ એક્સચેન્જ સાથે એમઓયુ કર્યા છે. જીજેઇપીસીના અહેવાલ પ્રમાણે9થી 13 ઓગસ્ટ દરમિયાન મુંબઇ ખાતે ચાલી રહેલા ઇન્ડિયન ઇન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શોમાં સેન્ઝેથી ભાગ લેવા આવેલા સેન્ઝે રફ ડાયમંડ એક્સેન્જના 35 ડેલીગેટ અને 20 કંપનીઓ સાથે વિવિધ જેમ એન્ડ જ્વેલરી સેક્ટરના સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ શો દરમ્યાન જ સેન્ઝે રફ ડાયમંડ એક્સચેન્જ સાથે વેપારને લગતો એમઓયુ જીજેઇપીસીએ કર્યો છે. જીજેઇપીસીના સબ્યસાચી રે ના જ્ણાવ્યાનુસાર, ભારત અને ચાઇના એકબીજાના હરીફ નથી પરંતુ એકબીજાના પૂરક છે. સેન્ઝે રફ ડાયમંડ એક્સચેન્જના ચેરમેન રોન ઝેન્ગે જ્ણાવ્યું છે કે, જીજેઇપીસી સાથે એમઓયુ કરવાનો ઉદ્દેશ બંન્ને સેન્ટર ભારત અને ચાઇના વચ્ચે કો-ઓપરેશન વધે.

ચાઇના સાથે ભારતના GJEPCએ કરેલા એમઓયુ.

X
હવે ભારત ડાયમંડનો વેપાર ચાઇના સાથે મળીને કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App