• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નાનપુરામાં ફાઇનાન્સની ઓફિસમાંથી 3 તસ્કરો રોકડા 9.90 લાખ ચોરી ગયા

નાનપુરામાં ફાઇનાન્સની ઓફિસમાંથી 3 તસ્કરો રોકડા 9.90 લાખ ચોરી ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મક્કાઈપુલ સર્કલથી કાદરશાની નાળ તરફ જતા રસ્તા પર આવતા એકતા સર્કલ નજીક ફાઇનાન્સરની ઓફિસમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જેમાં રોકડા રૂ. 9.90 લાખ અને રૂ. 5 હજારની કિંમતનું સીસી કેમેરાનું ડીવીઆર તસ્કરો ચોરી ગયાની ફરિયાદ અઠવા લાઈન્સ પોલીસ મથકમાં નોંધાઈ છે. ત્રણ તસ્કરો સીસી કેમેરામાં કેદ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

નાનપુરા, ખાખી બાવાના મંદિર સામે ક્રિષ્ણા બિલ્ડિંગમાં ડી.સી. કોર્પોરેશનના નામે ફાઇનાન્સનું કામ કરતા હોવા ઉપરાંત ટાયર અને સ્પેરપાર્ટસનો વ્યવસાય કરતા દેવેન્દ્રભાઈ નવનીતલાલ ખોલવડવાલા (ઉ.વ.46)એ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ શુક્રવારે મોડી રાત્રે સવા વાગ્યાથી પોણા ચાર વાગ્યા સુધીના સમયગાળામાં તેમની ઓફિસના લાકડાના દરવાજાનું તાળું નકૂચા સાથે તોડી તસ્કરો રોકડા રૂ. 9.90 લાખ તેમજ રૂ. 5 હજારની કિંમતનું સીસી કેમેરાનું ડીવીઆર ચોરી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ દેવેન્દ્રભાઈના પિતા યુકો બેંકમાં મેનેજર હતા. જેમનું અવસાન થતાં થોડી રકમ તેમની હતી બાકીની રકમ ધંધાની હતી. જે રોકડ રકમ તસ્કરો ચોરી ગયા હતા. ચોરીના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ત્યાં સીસી કેમેરા છે. તેના ફૂટેજ જોયા તો ત્રણ તસ્કરો ચોરી કરવા આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. વધુ તપાસ પોઈ એસ.બી. ભરવાડ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...