• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat - બરોડા પ્રિસ્ટેજ નજીકના જગદીશનગરમાં પોલીસના નામે થયેલી લૂંટ કેસમાં 6 ઝબ્બે

બરોડા પ્રિસ્ટેજ નજીકના જગદીશનગરમાં પોલીસના નામે થયેલી લૂંટ કેસમાં 6 ઝબ્બે

લૂંટારૂઓ ફોન-રોકડની લૂંટ કરી દરવાજાને લોક મારી ભાગ્યા હતા

DivyaBhaskar News Network | Updated - Oct 11, 2018, 03:55 AM
Surat - બરોડા પ્રિસ્ટેજ નજીકના જગદીશનગરમાં પોલીસના નામે થયેલી લૂંટ કેસમાં 6 ઝબ્બે
વરાછાના જગદીશનગરમાં 3 કારીગરોને પોલીસના નામે ડરાવીને આઈડી પ્રૂફ માંગી માર મારીને રોકડ અને મોબાઇલની લૂંટ કરતાં વરાછા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં 6 લૂંટારૂઓને પકડી પાડ્યા છે. વરાછા ઉમિયાધામ સર્કલ પાસેથી 5 લૂંટારૂઓને નંબર વગરની બાઇક પરથી પકડી પાડ્યા હતા. પકડાયેલા લૂંટારૂઓમાં જય અરવિદ આંબલિયા, તરલ અરવિંદ તલસરિયા, ગૌતમ ગોરધન ગોંડલિયા, ધવલ કનુ કલસરિયા અને હર્ષદ કાનજી સરવૈયા તેમજ એક સગીરની અટકાયત કરી હતી. કારીગરોને પોલીસના નામે દમ મારીને લાકડાના ફટકાથી માર મારી લૂંટ કરી હતી. લૂંટારૂઓએ ફોન-રોકડ મળીને 24 હજારની લૂંટ કરી બહારથી દરવાજાને લોક મારી ભાગ્યા હતા.

X
Surat - બરોડા પ્રિસ્ટેજ નજીકના જગદીશનગરમાં પોલીસના નામે થયેલી લૂંટ કેસમાં 6 ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App