ગર્લ્સ કબડ્ડીમાં કતારગામ ઝોનની ટીમ જીતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગર્લ્સ કબડ્ડીમાં કતારગામ ઝોનની ટીમ જીતી

સુરત | જિલ્લારમતગમત અધિકારીના નેજા હેઠળ ઉત્રાણ ગજેરા હાઈસ્કૂલ ખાતે અંડર-19 ગર્લ્સ માટેની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં કતારગામ ઝોનની ટીમે સેન્ટ્રલ ઝોનની ટીમને 22-10ના સ્કોરથી હરાવીને જીત મેળવી હતી. સ્પર્ધામાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. પ્રથમ સેમીફાઇનલમાં સેન્ટ્રલ ઝોનની ટીમે રાંદેર ઝોનની ટીમને 23-13 ના સ્કોરથી હરાવી હતી જયારે બીજી સેમીફાઇનલમાં કતારગામ ઝોનની ટીમે 22-12 સ્કોરથી વરાછા ઝોનની ટીમને હરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...