• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શહેરને હેરિટેજ પોલિસીના પાઠ ભણાવતી પાલિકાની ઐતિહાસિક સુધરાઇ ખંડેર

શહેરને હેરિટેજ પોલિસીના પાઠ ભણાવતી પાલિકાની ઐતિહાસિક સુધરાઇ ખંડેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાએઅાખા શહેરના 100 વર્ષથી જૂના મકાનો બચાવવા માટે હેરિટેજ પોલિસી બનાવી છે પરંતુ તેના ઐતિહાસિક વારસા સમાન સુધરાઇ ઓફિસને જાળવી શકી નથી. પાલિકાના રાંદેર ઝોને રાંદેર પારસીવાડમાં સુધરાઈ સમયની અને એક નાનકડા મહેલ જેવી ઐતિહાસિક વોર્ડ ઓફિસને તાળા મારી દીધા બાદ તેની તકેદારી રાખતા તે ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આશ્ચર્યની વાત તો છે, અધિકારીઓને કચેરી ક્યારે શરૂ કરાઈ હતી અને ક્યારે તેને બંધ કરી દેવાય તેની માહિતી પણ નથી કે તેના કોઈ રેકર્ડ પણ જળવાયા નથી. ઉપરથી રાંદેર વિસ્તાર પાસેથી વોર્ડ ઓફિસ તેમજ ઈજનેરી ઓફિસ પણ છીનવી લેવાતા ફરિયાદ કરવા દોઢ કિલોમીટર દૂર જવાનો વારો આવ્યો છે.

સીધી વાત/ દેવેશ ગોહિલ, કા.ઇ., રાંદેર ઝોન

શક્યતા ચકાસી જાળવણી કરાશે

{ પારસીવાડની ઐતિહાસિક વોર્ડ ઓફિસ અંગે માહિતી છે?

-સ્થાનિકોની માંગણી છે કે ફરી શરૂ કરાય.

{સુધરાઈ સમયની ઓફિસની જાળવણી કેમ કરાતી નથી?

-હુંમારા ઝોનલ ચીફ સાથે વિઝિટ કરી તેની જાળવણી કેવી રીતે થઈ શકે તે જોવડાવી લઈશ.

{શું તે ફરી શરૂ કરી વાંચનાલય બનાવી શકાય?

-હું તમામ શક્યતા ચકાસીને ફરી તે કાર્યરત થઈ શકે કે કેમ તે ચેક કરાવી લઈશ.

અધિકારીઓ પાસે જવાબ નથી

{ઓફિસ ખાનગી માલિકીની, સરકારી કે અર્ધ સરકારી માલિકીની છે તે.

{ ઓફિસ કયા વર્ષે શરૂ કરાઈ અને ક્યારે બંધ કરાઈ તેની માહિતી નથી.

{ ઓફિસ કયા કારણોસર બંધ કરાઈ તે

{ ઓફિસના બાંધકામનો ખર્ચ તથા તેનું ક્ષેત્રફળ

{ માત્ર હાઉસિંગ વિભાગમાં આંશિક તબદીલ થઈ તેના સિવાય કંઈ માલૂમ નથી.

વોર્ડ-1ની ઓફિસ વોર્ડ-10માં લઈ જઈ અક્કલનું પ્રદર્શન કરાયું

વોર્ડ-1નીસુધરાઈ સમયથી ચાલતી ઓફિસને પહેલા મોરાભાગાળ શિફ્ટ કરી. ત્યાંસુધી બરાબર હતું પણ બાદમાં તે વોર્ડ-10નો વિસ્તાર શંકર નગર કે જે મેરુલક્ષ્મી મંદિરની નજીક છે ત્યાં શિફ્ટ કરી દીધી. ઉપરથી રાંદેર પોલીસ મથકની પાસે આવેલી ઈજનેરી ઓફિસ બંધ કરી ત્યાં નંદ ઘર બનાવી દીધું. પરિણામે વોર્ડ-1 પાસે પોતાના વિસ્તારમાં ના વોર્ડ ઓફિસ રહી, ઈજનેરી ઓફિસ. જેથી, લોકોએ હવે ફરિયાદ લઈને દોઢ કિલોમીટર દૂર જવું પડે છે. યા તો તાડવાડી રાંદેર ઝોનમાં જવું પડે છે.

વહોરા ફેમિલીએ દાન કરી હતી

જોવામાંએક નાના મહેલ જેવી લાગતી મિલ્કત સુધરાઈ સમયે રાંદેરના વ્હોરા ફેમીલીએ દાનમાં આપી હતી. આજ વિસ્તારમાં સુધરાઈનું બંબાખાના પણ હોવાથી મિલ્કતમાં વોર્ડ ઓફિસ શરૂ કરાઈ હતી. તેની સામે અબ્દુલ કલામ ગાર્ડન પણ છે જોકે, તે પણ ખંડેર થઈ ગયો છે અને બાવળ ઉગી નીકળ્યા છે. વોર્ડ ઓફિસના પ્રાંગણમાં 1936માં નિર્માણ પામેલી દરગાહ પણ છે.

રાંદેર ઝોન સામે અહીંના એક સામાજિક કાર્યકર્તા સલીમ શેખ અને અન્ય રહેવાસીઓ લડત ચલાવે છે. ઐતિહાસિક નાના મહેલ જેવી લાગતી ઈમારતને તાળા મારી દીધા બાદ તેનો રખરખાવ મહાપાલિકાએ નહી કરતા આજે તેનો ઘણો સામાન સડી ગયો છે. લાકડા ખરવા લાગ્યા છે. દાદરા પર ઝાડવા ઉગી ગયા છે. બારીઓ તૂટી ગઈ છે. તેના પ્રાંગણમાં પણ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યાં છે. જો તેનો ઉપયોગ કરાય તો એક મોટી કચેરી બની શકે.

^પારસીવાડની વોર્ડ ઓફિસ ફરી શરૂ કરવા માટે સ્થાનિકોની માંગણી છે. તે હાલા જાળવણીના અભાવે થોડી ખંડેર જેવી લાગી રહી છે પણ હું રાંદેર ઝોનના અધિકારીઓ સાથે વાતચીત કરી તેને ફરીથી જીવંત કરવા અથવા તો વોર્ડ ઓફિસની જગ્યાએ વાંચનાલય કે સિનિયર સિટિઝન સેન્ટર શરૂ કરી શકાય કે કેમ તેની શક્યતા ચકાસી તેને કાર્યરત કરવાનો પ્રયાસ કરીશ. > દિગ્વિજયસિંહબારડ, નગરસેવક , વોર્ડ-1

વોર્ડ આેફિસ ફરી શરૂ કરવા પ્રયાસ કરાશે

નાના મહેલ જેવી કચેરી 2010માં બંધ કરી દેવાયા બાદ અવાવરું બની

આશ્ચર્ય |ઐતિહાસિક કચેરી ચાલુ અને બંધ થવાનો રેકોર્ડ અધિકારીઓ પાસે ઉપલબ્ધ નથી

લાપરવાહી |2010માં રાંદેર પારસીવાડમાં આવેલી વોર્ડ ઓફિસને તાળાં મારી દીધાં બાદ સૂધ લેવાઇ

લાલિયાવાડી | રાંદેર વોર્ડ-1માંની ઓફિસ વોર્ડ-10માં શિફ્ટ કરી અને...

અન્ય સમાચારો પણ છે...