તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GST સામે કાપડ વેપારીઓ બાંય ચઢાવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ દિવસથી જીએસટીમાંથી રાહતની માંગ સાથે ટેક્સટાઇલના મોટા માથાઓએ ગાંધીનગર અને દિલ્હી દોડધામ શરૂ કરી દીધી હતી. શુક્રવારે ગાંધીનગર વેટ કમિ. પી.ડી.વાઘેલાની મુલાકાતે ગયેલા ફોસ્ટાના પ્રતિનિધિ મંડળે જીએસટીમાંથી મુક્તિની માંગ કરી હતી જે નકારાઇ જતાં શનિવારે સુરત ટેક્સટાઇલ માર્કેટની બોર્ડરૂમમાં માર્કેટના 3 સંગઠન ફોસ્ટા,વેપાર પ્રગતિ સંઘ, સાઉથ ગુજરાત ટ્રેડર્સ એસો.ની સાથે અગ્રણી વેપારીઓની મળેલી બેઠકમાં જીએસટીમાંથી મુક્તિ મેળવવા જીએસટી સંઘર્ષ સમિતિની રચના કરી તેની આગેવાની ફોસ્ટાના માજી ડિરેક્ટર તારાચંદ કાસાટને સોંપવામાં આવી છે.

ફોસ્ટાના પ્રેસિડન્ટ મનોજ અગ્રવાલના જ્ણાવ્યા મુજબ, 51 માર્કેટના મોટા વેપારીઓને સાંકળી જીએસટી સંઘર્ષ સમિતિની કમિટી તૈયાર કરાશે. જેમનો મુખ્ય અેજન્ડો જીએસટીને ટ્રેડિંગ સેક્ટરમાંથી મુક્તિ કઇ રીતે અપાવી શકાય તે માટેના પ્રયાસો કરાશે. જેના પ્રથમ પ્રયાસ મુજબ 14મી જૂને ટેક્સટાઇલ માર્કેટમાં પોલીસ પરવાનગી સાથે મહાસભા આયોજિત કરી હાથ પર કાળી પટી બાંધીશું ત્યારબાદ 15મી જુને એકદિવસીય ટોકન હડતાળ પાડીશું.

બીજીતરફ ગુરૂવારે વિવર્સને ફરી પ્રેેઝેન્ટેશન કરવા માટે બોલાવવામાં આવ્યા છે ત્યારે જીએસટી ક્રેડિટ સામે રીફંડ તેમજ નાના વિવર્સ જીએસટીમાંથી મુક્તિની ઇચ્છા રાખી રહ્યા છે ત્યારે શહેરના છુટાછવાયા વિવર્સ યુનિટો બંધ કરી રહ્યા છે.સંભવત: સોમવારે વિવર્સ બેઠક બોલાવી હડતાલનું આહવાન કરી શકે છે.

જીએસટીમાંથી મુક્તિ મેળવવાના પ્રયાસ સાથે જીએસટી સંઘર્ષ સમિતિની રચના કરાઇ

વેપારીઓ માટે GST નુકસાન ઊભું કરશે

^70થી80 ટકા વેપારીઓ ચોપડા રાખતાં નથી, ફાઇનલ હિસાબના બીલ હોય છે. GST બાદ હિસાબી ખર્ચ પાછળ લાખો રોકવા પડશે. છતાં ઇનપુટ ક્રેડિટ મળવાની નથી. માર્કેટના વેપારી માટે GST મોટું નુકસાન ઊભું કરશે. અન્ય ટેક્સટાઇલ સાથેના રાજ્યોની 15મી જૂને હડતાળ પાડીશું. > તારાચંદકાસાટ,પ્રમુખ,જીએસટી સંર્ઘષસમિતિ

વીવિંગ એકમો પણ લડી લેવાના મૂડમાં, 14મીએ મહાસભા, 15મી જૂને હડતાળ થશે

જીએસટી લાગુ પડે તે પહેલાં ટેક્ષટાઇલ મારકેટના વેપારીઓની મીટીંગ મળી હતી જેમાં ત્રણે સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ચર્ચા બાદ આગામી લડત કેમ લડવી તે માટેની કમિટીની રચના કરી હતી. તસવીર-મનોજતેરૈયા

અન્ય સમાચારો પણ છે...