તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેગ્યુલેટરી ચાર્જ ટોરેન્ટના...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેગ્યુલેટરી ચાર્જ ટોરેન્ટના...

અંગેજાણીતા એનર્જી રેગ્યુલેટરી એસ્પર્ટ કે.બજાજે જણાવ્યું છેકે, 9મી જુનના રોજ જર્ક દ્વારા નવા ટેરીફ દર જાહેર કરવામાં આવ્યા છે જેનો અમલ 10મી જુન 2017થી થશે. જર્કે ‌વખતે ગ્રાહકને રાહત આપી છે. જેથી ટોરેન્ટ દ્વારા અમદાવાદના ગ્રાહક પાસેથી વસુલ થતાં યુનિટે 18 પૈસા અને સુરતના ગ્રાહક પાસેથી વસુલ કરવામાં આવતા યુનિટે 17 પૈસાનો ચાર્જ રેગ્યુલેટરી ચાર્જ રદ્ કરવામાં આવ્યો છે. ટોરેન્ટ દ્વારા અમદાવાદમાં 567 કરોડની ખોટ દર્શાવી રેગ્યુલેટરી ચાર્જ 70 પૈસાનો વધારો માગ્યો હતો. તેમજ સુરતમાં 214 કરોડની ખોટ દર્શાવી પ્રતિયુનિટ 70 પૈસાનો રેગ્યુલેટરી ચાર્જ વધારાની માગ કરી હતી. જોકે ટોરેન્ટે વિજદરમાં વધારો કરવાની કોઇ માગણી કરી હતી.

જોકે જર્કે ટોરેન્ટના એકાઉન્ટની તપાસ કરતા ખોટ નહી પણ નફો હોવાનું જણાયું હતું. જેમાં 2017-18માં અમદાવાદમાં 42.89 કરોડનો નફો અને સુરતમાં 15.39 કરોડનો નફો હોવાનું જણાયું હતું. જેની સામે ગ્રાહકો પાસેથી રેગ્યુલેટરી ચાર્જ પેટે અમદાવાદના ગ્રાહક પાસેથી રૂ. 37.24 કરોડ અને સુરતના ગ્રાહક પાસેથી રૂ. 8.06 કરોડ વસુલવામાં આવતા હોવાનું જણાયું હતું. જેથી રકમ બાદ કરવામાં આવે તો પણ કંપનીને અમદાવાદમાં 5.65 કરોડનો નફો થાય અને સુરતમાં 7.33 કરોડનો નફો થાય તેવી સ્થીતી છે. જેથી અમદાવાદના ગ્રાહકને 36 કરોડ જ્યારે સુરરતના ગ્રાહકને 4.6 કરોડની રાહત આપવા આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ ભાવવધારાની પિટિશનમાં ગ્રાહક તરફે વાંધા રજુ કરનાર દ્વારા એવી રજૂઆત પણ કરાઇ હતીકે, અમદાવાદમાં 60 મેગાવોટનું યુનિટ ખરાબ પર્ફોમન્સ કરે છે. પ્લાન્ટનો લોડ 2015-16માં 10 ટકા જેટલો હતો જ્યારે પ્લાન્ટ એક પણ યુનિટ ઉત્પાદન કરતુ નથી. જેથી જર્કે પ્લાન્ટને બંધ કરી દેવા આદેશ આપ્યો છે અને 1લી એપ્રિલ 2018 પછી તેનો ખર્ચ ગણવામાં નહી આવે તેવી સ્પષ્ટતા કરી છે. તેના સ્થાને નવો કોલ બેઝ પાવર પ્લાન્ટ ઉભો કરવા માટે પણ તેમણે માગ કરી હતી. જો તે બનાવવામાં આવે તો ટોરેન્ટનું ઉત્પાદન વધી શકે અને તેનું ભારણ લોકો પર આવે.

અન્ય સમાચારો પણ છે...