તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ક્લેઇમ નકારનાર વીમા કંપની સામેની ફરિયાદ ફગાવાઇ

ક્લેઇમ નકારનાર વીમા કંપની સામેની ફરિયાદ ફગાવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેગમપુરાખાતે રહેતા સુરેશ કાંતિલાલ પંચાલ 2011માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા. પ્રવાસ માટે તેમણે ટાટા એ.આઇ.જી જનરલ ઇન્સ્યુરન્સમાંથી 5 લાખ ડોલરનો ટ્રાવેલ વીમો લીધો હતો. તા.1-8-2011ના રોજ તે કમળાની બીમારીમાં સપડાતા લંડનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવારનો રૂ.2.50લાખ ખર્ચ થયો હતો. ત્યારબાદ પોતે વીમો લીધો હોવાથી હોસ્પિટલમાં બિલ ચુકવ્યા વગર ભારત પરત આવી ગયા હતા. જ્યારે લંડનની હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલો ક્લેઇમ વીમા કંપનીએ નકારી કાઢતા તેમણે સુરેશ પંચાલને જાણ કરી હતી. જેથી સુરેશ પંચાલે સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. વિમા કંપની તરફે વકીલ દર્શન શાહે રજુઆત કરી હતીકે, ફરિયાદીએ હોસ્પિટલમાં દાખલ થયાની જાણ ત્યારે કરી હતી. વળી 30 દિવસમાં હોસ્પિટલમાં બીલ તથા અન્ય જરુરી પેપર્સ સમયસર રજુ કર્યા હતા. ફરિયાદીની બેદરકરીને ધ્યાને લઇને ફોરમના પ્રમુખ કે.જી.ઉપાધ્યાયે ફરિયાદીની ફરિયાદ રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...