તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જોબવર્ક પર 18% GSTનો ઇશ્યુ સોલ્વ થઇ જશે : સી આર પાટીલ

જોબવર્ક પર 18% GSTનો ઇશ્યુ સોલ્વ થઇ જશે : સી આર પાટીલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાડિયાથી ચર્ચાઇ રહેલો પ્રોસેસિંગ-વિવિંગ ક્ષેત્ર પર 18 ટકા જીએસટીનો ઇશ્યુનું નિરાકરણ આવી જાય તેવા સાંસદ સી.આર.પાટીલે ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં સંકેતો આપ્યા હતા.

રાજ્ય તથા કેન્દ્રમાં સાઉથ ગુજરાતના તમામ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ધી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરાયું હતું. ચેમ્બરની પ્રથા પ્રમાણે ઇન્સ્ટોલેશન સેરેમનીમાં સેક્રેટરી અને ટ્રેઝરરની નિમણુંક કરાઇ છે જેના ભાગરૂપે સેક્રેટરી તરીકે દેવેશ પટેલ તથા ટ્રેઝરર તરીકે કેતન દેસાઇની નિમણુંક કરવામાં આવી હતી. સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ સી.આર.પાટીલે ટેક્સટાઇલની હાલમાં ઉદ્દભવેલી જીએસટીની સમસ્યાનું નિરાકરણ પણ આવી જાય તેમજ તેમની પ્રોસેસિંગ-વિવિંગ તેમજ જોબવર્ક પર 18 ટકાની જગ્યાએ 5 ટકાનો જીએસટી દર રજુ થાય તેવા સંકેતો આપ્યા હતા.આ સાથે 1લી 24મી જુને એરઇન્ડિયાની ટીમ દ્વારા ઇન્સ્પેક્શન બાદ જુલાઇથી ત્રણ દિવસ દુબઇ અને ત્રણ દિવસ શારજહાની ફ્લાઇટ પણ શરૂ થવાની ખાતરી કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેલા શાસ્ત્રીનિકેતનના ચેરપર્સન અને લાલબહાદુર શાસ્ત્રીના પુત્રવધુ નીરાશાસ્ત્રીએ પાણી તથા સોલિડ વેઇસ્ટને રીસાઇકલ કરીને તેનો ઉપયોગ રીયુઝ કરવાની સૂચન આપ્યા હતા.

ચેમ્બરના નવા પ્રમુખ તરીકે પી. એમ. શાહે પદગ્રહણ કર્યું

વેસ્ટને રિસાઇકલ કરી ખાતર તરીકે ઉપયોગ કરવા નીરા શાસ્ત્રીનો અનુરોધ

અન્ય સમાચારો પણ છે...